મુકેશ અંબાણીની આ કંપની 21 ઓગસ્ટે થશે શેરબજારમાં લિસ્ટ
મુકેશ અંબાણીની નવી કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના લિસ્ટિંગની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની 21 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ પછી રોકાણકારો સામાન્ય ટ્રેડિંગની જેમ શેર ખરીદી-વેચી અથવા હોલ્ડ કરી શકશે.
#VoiceOFDay
મુકેશ અંબાણીની નવી કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના લિસ્ટિંગની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની 21 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ પછી રોકાણકારો સામાન્ય ટ્રેડિંગની જેમ શેર ખરીદી-વેચી અથવા હોલ્ડ કરી શકશે. ગયા વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડી-મર્જર પ્રક્રિયા હેઠળ તેના નાણાકીય સેવાઓના વ્યવસાયને અલગ કરવાની જાહેરાત કરી હતી. તેનું નામ બદલીને જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ રાખવામાં આવ્યું. જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ આ ક્ષેત્રની ભારતની પાંચમી સૌથી મોટી કંપની બની ગઈ છે.
20 જુલાઈના રોજ, ડી-મર્જરની રેકોર્ડ તારીખે, જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનું બજાર મૂલ્ય આશરે 21 અરબ ડોલર આંકવામાં આવ્યું. આ મૂલ્યાંકન જિયો ફાયનાન્સિયલ સર્વિસના શેરની કિંમત રૂ. 261.85ના આધારે કરવામાં આવ્યું છે. જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના લિસ્ટિંગ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના નાણાકીય સેવાઓના હાથ વિના શેરબજારમાં વેપાર કરશે.
રોકાણકારોને શું મળ્યું ?
રિલાયન્સના શેરધારકોને ડિ-મર્જર વ્યવસ્થા હેઠળ જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનો એક વધારાનો હિસ્સો મળ્યો. ધારો કે તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક શેર છે, તો આપમેળે જ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો એક શેર તમારા ડીમેટમાં આવી જશે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં જ 22 ઓગસ્ટથી FTSE ઓલ-વર્લ્ડ ઇન્ડેક્સ, FTSE MPF ઓલ-વર્લ્ડ ઇન્ડેક્સ, FTSE ગ્લોબલ લાર્જ કેપ ઇન્ડેક્સ અને FTSE ઇમર્જિંગ ઇન્ડેક્સમાંથી જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસને દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્લોબલ ઈન્ડેક્સ એગ્રીગેટર FTSE એ દલીલ કરી હતી કે જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ એ 20 કામકાજના દિવસો પછી ટ્રેડિંગ શરૂ કર્યું નથી અને કોઈ ચોક્કસ લિસ્ટિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કંપનીને ઈન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે.