Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિત્ર મોદીને ટ્રમ્પે ઝટકો આપ્યો : ભારત પર 2 એપ્રિલથી પારસ્પરિક ટેરીફ લાગશે, અમેરિકન સંસદમાં કરી જાહેરાત

Wed, March 5 2025


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પર પારસ્પરિક ટેરિફ 2 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. આ જાહેરાતની સાથે ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું. તેમણે કહ્યું કે આયાતી માલ “ગંદા અને ઘૃણાસ્પદ” છે કારણ કે તે કોઈપણ પરીક્ષણ વિના અમેરિકામાં આવે છે.

અમેરિકા પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ કોંગ્રેસને સંબોધવા પહોંચ્યા હતા. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી હતી.

ટ્રમ્પની મોટી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું.  ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે.

યુક્રેન યુદ્ધ અને પનામા નહેર તથા ગ્રીનલેન્ડ પર કબજા વિશે શું બોલ્યા ટ્રમ્પ..?

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, ‘શું આ સારી વાત નથી?’ હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે.

પનામા અને ગ્રીનલેન્ડને ધમકી

અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું.

અમેરિકાની સંસદમાં સૌથી લાંબુ ભાષણ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૌથી લાંબુ ભાષણ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને 1 કલાક અને 5 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું અને ટ્રમ્પને તેના કરતા વધારે સમય થઇ ગયો છે અને હજુ ભાષણ ચાલુ છે.

કોઈ પોલીસ અધિકારીની હત્યા કરી તો મૃત્યુદંડ કરીશું : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદને સંબોધતા કહ્યું કે જલદી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે.

ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે મોટું નિવેદન

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું.

અમેરિકન સુપ્રીમ કોર્ટના કર્યા વખાણ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે માનીએ છીએ કે તમે ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હોવ, તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે.”

ગ્રીન કાર્ડ કરતાં ગોલ્ડ કાર્ડ સારો : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં કહ્યું કે અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી છે.  અમે 5 મિલિયન ગોલ્ડ કાર્ડ ઈશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે. તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો ઉલ્લેખ

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે.

બાઈડેન ઈતિહાસના સૌથી ખરાબ પ્રમુખ : ટ્રમ્પના પ્રહાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો બાઈડેન અમેરિકન ઈતિહાસના સૌથી ખરાબ પ્રમુખ રહ્યા છે. તેમના કાર્યકાળમાં દર મહીને લાખો લોકો અમેરિકામાં ગેરકાયદે રીતે એન્ટ્રી કરી રહ્યા હતા. ડેમોક્રેટ્સને જોતા ટ્રમ્પે કહ્યું કે મને દેખાય છે કે હું ગમે તે બોલીશ પણ તમને મજા નહીં આવે અને તમે તાળીઓ પણ નહીં પાડવાના.

અમેરિકામાં હવે ફક્ત બે જેન્ડર

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં હવે ફક્ત બે જ જેન્ડર હશે જેમાં એક છે મહિલા અને બીજા પુરુષ. મેં પુરુષોને મહિલાઓની રમતમાં રમાડવા સામે પ્રતિબંધ મૂકી દીધો છે.

દરેક નવા નિર્ણય માટે જૂના 100 નિર્ણય રદ કરીશું : ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ પોતાના સંબોધનમાં વાણી સ્વતંત્રતા વિશે વાત કરી. ટ્રમ્પે કહ્યું કે મેં થોડા દિવસ પહેલા અંગ્રેજીને એકમાત્ર સત્તાવાર ભાષા બનાવી છે. મેક્સિકોનો અખાત અમેરિકાના અખાતમાં બદલી દેવાયો છે.  ટ્રમ્પે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે દરેક નવા નિર્ણય માટે, 100 જૂના નિર્ણયો રદ કરવામાં આવશે.

અમે 43 દિવસમાં કરી બતાવ્યું…

સંસદના સંયુક્ત સત્રને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે અમે ફક્ત 43 દિવસમાં તે કરી બતાવ્યું છે જે અગાઉની સરકારો ચાર વર્ષમાં પણ કરી શકી ન હતી.

Share Article

Other Articles

Previous

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર સાઉથની ફિલ્મમાં કરશે ડેબ્યુ : વાંચો ક્યાં ડિરેક્ટર સાથે ફિલ્મ સાઈન કરી

Next

ભાઈબંધ મોદીને ઝટકો આપતા ટ્રમ્પ, બીજી એપ્રિલથી ભારત પર પણ પારસ્પરિક ટેરીફ લાગશે, અમેરિકી સંસદને કર્યું સંબોધન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
1 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

અમેરિકા પ્રમુખ પદની ચૂંટણી : મત ગણતરીમાં ઉતાર ચઢાવ: કમલા હેરીસને અત્યાર સુધીમાં મળ્યા 179 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 230 ઈલેક્ટોરલ વોટ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
મથુરામાં શાહી ઈદગાહનો સર્વે નહીં થાય, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી
Breaking
1 વર્ષ પહેલા
ગિલગીટમાં પાક.વિરોધી દેખાવો, લોકોએ તીરંગા લેહરાવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભગતવતી પરામાં રિક્ષા પાર્ક કરવા બાબતે ઝઘડો થતાં બે શખસો યુવક પર તૂટી પડ્યા 
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર