ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની રેલમછેલ !! દર 4 સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે
ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ હોય પરંતુ અહી દારૂની રેલમછેલ છે તે બધા જાણે છે. અહી દારુ બહુ જ મોટી માત્રામાં પીવાય છે અને મોટી માત્રામાં પકડાય પણ છે. તાજેતરમાં બહાર આવેલા એક ડેટા અનુસાર ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૧૪૪ કરોડ રૂપિયાની કિમતની ૮૨ લાખ બોટલ પકડાઈ છે. આ રીતે જોવા જઈએ તો દર ચાર સેકન્ડે એક બોટલ પકડાઈ છે. એકલા અમદાવાદમાં જ દર બીજી મીનીટે દારૂની એક બોટલ પકડાય છે.
૨૦૨૪ના ડેટા દર્શાવે છે કે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામીણ અને પશ્ચિમ રેલ્વે, અમદાવાદ અધિકારક્ષેત્રમાં કુલ ૪,૩૮,૦૪૭ બોટલ જપ્ત કરવામાં આવી હતી. એકલા અમદાવાદ શહેરમાં જ દારુનાં ૨,૧૩૯ કેસ નોંધાયા હતા, જેમાં ૫.૭૮ કરોડ રૂપિયાની કિંમતની ૩.૦૬ લાખ બોટલ જપ્ત કરવામાં આવી હતી – સરેરાશ દર બીજી મિનિટે એક બોટલ જપ્ત કરવામાં આવી હતી. વધુમાં, શહેરમાં દેશી દારૂના 7,796 કેસ નોંધાયા છે, જેમાં 55.45 લાખ રૂપિયાની કિંમતનો 1.58 લાખ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
જે માત્રામાં બોટલ પકડાઈ રહી છે તે પોલીસની કડક કાર્યવાહીને આભારી છે. જપ્તીની કાર્યવાહીમાં વડોદરા ગ્રામિણ પોલીસ અગ્રેસર છે..પોલીસે ૯.૮ કરોડ રૂપિયાની બોટલો પકડી પાડી છે. આ જ રીતે સુરત ગ્રામીણ પોલીસે 8.9 કરોડ રૂપિયાની બોટલો પકડી પાડી છે ત્યારબાદ નવસારીએ 8.8 કરોડ રૂપિયાની IMFL બોટલો જપ્ત કરી હતી. ગોધરા પણ 8.8 કરોડ રૂપિયાની બોટલો પકડીને આગળ રહ્યું છે.ભાવનગર પોલીસે ૮.૭ કરોડ રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ જપ્ત કરીને ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે. સૌરાષ્ટ્રમાં જપ્તીનાં મામલે ભાવનગર પહેલા નંબરે છે.ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની રેલમછેલ !!