EPFOના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહી : થાપણ પર 8.25 ટકા લાભ મળશે
EPFO (કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી 2024માં EPFO એ નાણાકીય વર્ષ 2022-23 માં EPF પર વ્યાજ દર 8.15 ટકાથી વધારીને નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા કર્યો હતો. માર્ચ 2022માં, EPFO એ તેના 7 કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ 2021-22 માટે 4 દાયકાના સૌથી નીચા સ્તરે 8.1 ટકા કર્યો હતો, જે નાણાકીય વર્ષ 2020-21 માં 8.5 ટકા હતો.
નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો. આ 1977-78 પછીનો સૌથી નીચો દર છે, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “EPFO ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શુક્રવારે તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે EPF પર 8.25 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે.”
નાણાકીય વર્ષ 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ દર CBT દ્વારા માર્ચ 2021 માં નક્કી કરવામાં આવ્યો હતો. સીબીટીના નિર્ણય પછી, 2024-25 માટે EPF થાપણો પરના વ્યાજ દરને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી બાદ, 2024-25 માટે EPF પરનો વ્યાજ દર EPFOના સાત કરોડથી વધુ સભ્યોના ખાતામાં જમા કરવામાં આવશે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકારની મંજૂરી પછી જ વ્યાજ દર પ્રદાન કરે છે.