આજથી દિલ્હી વિધાનસભાનું સત્ર : CAGનો રીપોર્ટ આગ લગાવશે
દિલ્હીની ભાજપ સરકારનું એટલે કે વિધાનસભાનું સત્ર સોમવારથી શરુ થઇ રહ્યુ છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પત્રકારોને કહ્યું હતું કે, ભાજપે લોકોને જે વચનો આપ્યા છે તે પુરા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સત્રનાં પહેલા દિવસે જ સી.એ. જી. નો રીપોર્ટ રજૂ કરવામાં આવશે.
કહેવાય છે કે, સી.એ.જી. નાં રીપોર્ટમાં કેજરીવાલ સરકારની ગેરરીતિઓનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ વિધાનસભામાં ટેબલ ઉપર મુકાય ત્યારે વિરોધ પક્ષ ધમાલ કરી શકે છે.
સોમવારે વિધાનસભાના સ્પીકર તરીકે ભાજપના સીનીયર ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની વરણી પણ થશે.
આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે. ભાજપ સરકાર નવી રચાયેલી વિધાનસભાના પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીના લોકોને વચન આપ્યું હતું કે ભાજપ સરકાર બન્યા પછી અમારી પાર્ટી પહેલા વિધાનસભા સત્રમાં જ CAG રિપોર્ટ રજૂ કરશે. હવે 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવેલી ભાજપ સરકાર પીએમ દ્વારા આપવામાં આવેલા વચનોનો અમલ કરી રહી હોય તેવું લાગે છે. રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સરકારે ગુરુવારે યોજાયેલી તેની પહેલી કેબિનેટ બેઠકમાં CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય પણ લીધો હતો