કાર અકસ્માત બાદ પહેલીવાર મેદાનમાં રમવા ઉતર્યો રિષભ પંત…
ડિસેમ્બરમાં ગમખ્વાર કાર અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત સાત મહિના બાદ પહેલીવાર ક્રિકેટના મેદાનમાં રમવા માટે ઉતર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રિષભ પંત પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. પંતે મેચમાં શાનદાર સિક્સર પણ ફટકારી હતી.
રિષભ પંતે સાત મહિના બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. રિષભ પંત (Rishabh Pant) હાથમાં બેટ લઈ મેદાનમાં બેટીંગ કરવા માટે ઉતાર્યો હતો. કાર અકસ્માત બાદ લાંબા સમય બાદ તે મેદાનમાં પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. રિકવરી કરી રહેલ પંત ફિટ દેખાઈ રહ્યો હતો અને આ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારા સમાચાર છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
રિષભ પંતના મેદાનમાં કમબેકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રિષભ પંત ક્રિકેટના મેદાનમાં બેટ લઈ બેટીંગ કરવા માટે ઉતરે છે ત્યારે ત્યાં હાજર તમામ દર્શકો ભારે ઉત્સાહ સાથે રિષભને આવકારે છે અને તેના માટે ચિયર્સ કરે છે. પંત મેદાનમાં આવે છે અને બાદમાં તેના જૂન આંદાજમાં બેટીગ કરે છે. તે મેદાનમાં ચારો તરફ બેટ ફટકારે છે જેમાં બાઉન્ડ્રી અને દમદાર સિક્સર પણ સામેલ છે.