Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટહોમ

રાજકોટ : 17 વર્ષનો સગીર, 14 વર્ષની બાળકી; સ્નેપચેટમાં બે દિ’ વાત કરી, ત્રીજા દિવસે ગુજાર્યું દુષ્કર્મ !!

Sat, February 15 2025
  • સોશ્યલ મીડિયા કેટલી હદે નુકસાનકારક છે, કેવું પરિણામ આપે છે તેનું જીવંત ઉદાહરણ
  • એડવોકેટનો પુત્ર મિત્ર પાસેથી કાર લઈ આવ્યો, તેમાં બે મિત્ર અને ૧૪ વર્ષની સગીરાને બેસાડી રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે લઈ ગયો, મિત્રને બહાર મોકલ્યા’ને પછી દેહ અભડાવ્યો
  • કથિત પત્રકારની આગલા ઘરની પુત્રી તેની નાની બહેનને રમાડવા બગીચામાં લઈ જતી હોય ત્યાંથી બન્ને વચ્ચે થયો’તો સંપર્ક: સગીરની ધરપકડ

અત્યારે નાનું બાળક હોય કે મોટેરા હોય દરેકના હાથમાં મોબાઈલ ન જોવા મળે તો જ અચરજ પામવા જેવું રહે છે. ખાસ કરીને બાળક તેમજ સગીર કે જેમને મૂછનો દોરો પણ ફૂટ્યો ન હોય તેઓ સોશ્યલ મીડિયા પર તરેહ તરેહની એપ્લીકેશનના રવાડે ચડી જતા હોય તેનો ફાયદો તો બિલકુલ થતો નથી પરંતુ ગેરફાયદો જરૂર થાય છે. રાજકોટમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સગીર હોય કે સગીરા તેમને મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા દેવામાં આવે તો કેવું નુકસાનદાયક પરિણામ આપે છે તેની ગવાહી પૂરી રહ્યો છે. ૧૭ વર્ષ ૬ મહિનાની ઉંમરના સગીરે ૧૪ વર્ષની બાળકી ઉપર કારની અંદર દુષ્કર્મ ગુજારતાં સનસનાટી મચી જવા પામી હતી.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ દુષ્કર્મને અંજામ આપનાર ૧૭ વર્ષ ૬ મહિનાના સગીરના પિતા એડવોકેટ છે જ્યારે ભોગ બનનાર ૧૪ વર્ષીય સગીરાના પિતા કથિત પત્રકાર હોવાનું ધ્યાન પર આવ્યું છે. જો કે આ બાળકી કથિત પત્રકારની આગલા ઘરની બાળકી હોવાનું પણ ખુલ્યું છે.

૧૪ વર્ષીય સગીરા તેની નાની બહેનને બગીચામાં રમવા માટે લઈ જતી હોય સગીર પણ ત્યાં નિયમિત અવર-જવર કરતો હતો. આ પછી બન્ને વચ્ચે ગત ૧૨ ફેબ્રુઆરીએ મુલાકાત થતાં એકબીજાના સ્નેપચેટ આઈડીની આપ-લે કર્યા બાદ વાતચીત કરવા લાગ્યા હતા. બન્નેએ બે દિવસ સુધી વાત કર્યા બાદ મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરા કે જે ધો.૯માં અભ્યાસ કરે છે તે મહેંદી મુકાવવા તેની બહેનપણીના ઘેર ગઈ હતી ત્યાંથી મતલબ કે કનૈયા ચોકમાંથી કાળા કલરની કાળા કાચવાળી વર્ના કારમાં બેસાડીને રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટીની બાજુમાં નાયરાના પેટ્રોલપંપની પાછળના ભાગે લઈ ગયો હતો. આ વેળાએ કારમાં સગીર-સગીરા તેમજ સગીરના બે મીત્રો પણ હાજર હતા પરંતુ તે બન્નેને નાસ્તો લેવા માટે બહાર મોકલીને સગીરે સગીરા ઉપર કારની પાછળની સીટ પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરે આ દુષ્કર્મ બપોરે ત્રણથી સાડા ચાર વાગ્યા દરમિયાન ગુજાર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોતાની પુત્રી તેની બહેનપણીના ઘેર ન હોવાનું જાણવા મળતાં જ વાલીએ તેને ફોન કર્યો હતો પરંતુ ત્યારે તે ખોટું બોલી હતી અને કહ્યું હતું કે તે તેની બહેનપણીના ઘરે છે. આ પછી સગીર આરોપી તેને ફટાફટ બહેનપણીના ઘેર મુકી ગયો હતો જ્યાં અગાઉથી જ સગીરાના વાલીઓ હાજર હોય સમગ્ર મામલો ઉજાગર થવા પામ્યો હતો.

સગીરાની માતાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ ટીમે સગીરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માત્ર ૧૭ વર્ષની ઉંમરે ગાડી ચલાવતાં પણ શીખી ગયો, સ્નેપચેટ પણ બરાબર આવડવા લાગ્યું !

મોબાઈલની ઘેલછા કેવી માઠી અસર કરે છે તેનો ખ્યાલ ઉપરોક્ત બનાવ પરથી આવી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ૧૭ વર્ષની ઉંમરે સગીરને કાર ચલાવતાં પણ આવડી ગયું હતું. વળી, તેને સરળતાથી કાર પણ મળી જતાં તે ચલાવીને જ સગીરા સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી તેને કારમાં બેસાડી કાર પણ ચલાવી હતી. સગીર હોવાથી સ્વાભાવિક રીતે લાયસન્સ ન હોવા છતાં તેણે ડ્રાઈવિંગ કર્યું હતું આમ છતાં સગીરના માતા-પિતા આ બાબતથી અજાણ જ રહી ગયા હોય બાળકે આટલી નાની ઉંમરે ગંભીર ગુનાને અંજામ આપી દીધો હતો.

અમારું માથું શરમથી ઝૂકી ગયું છે, ક્યારેય ન ભૂંસાય તેવો ડાઘ લાગ્યો: પિતાનો વલોપાત

પુત્રએ ૧૪ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતાં જ ૧૭ વર્ષ ૬ મહિનાની ઉંમર ધરાવતાં સગીરના એડવોકેટ પિતા પોલીસ મથકે હાંફળાફાંફળા દોડી આવ્યા હતા અને પોલીસ સમક્ષ રીતસરના ભાંગી પડ્યા હતા. પિતાએ ભારે હૈયે કેફિયત આપી હતી કે અમારું માથું શરમથી ઝૂકી ગયું છે કેમ કે આટલી નાની ઉંમરે બાળક તેમજ પરિવાર ઉપર ક્યારેય ન ભૂંસાય તેવો ડાઘ લાગ્યો છે !

Share Article

Other Articles

Previous

રાજકોટ : વ્યાજખોરે ૨૮ હજારના બદલામાં બે સ્કૂટર-૨૩ ગ્રામ સોનું પડાવ્યાં

Next

અમેરિકાની સહાયથી લદ્દાખ સીમા પર હવે ચીન ધ્રૂજશે : ભારતીય સેનાને મળશે સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
‘નમો ગ્રીન રેલ’: 110 Km સ્પીડ, ઝીરો પ્રદૂષણ અને 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ટ્રેનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
45 મિનિટutes પહેલા
Iran-US Clash: સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો ભીષણ હુમલો, ઈરાનના એરપોર્ટ-રેલવે-પુલ ધ્વસ્ત: વૈશ્વિક ઊર્જા બજારમાં ખળભળાટ
1 કલાક પહેલા
જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસી 61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ
2 કલાક પહેલા
કચ્છમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ: ડ્રગ્સ-હથિયારોની તપાસ શરૂ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3278 Posts

Related Posts

યાત્રીગણ કૃપીયા ધ્યાન દે !! આજથી રેલવે ટિકિટ રિઝર્વેશનનો નિયમ બદલાયો, કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરો આ કામ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, કાલે ઉગ્ર દેખાવો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોદી સરકાર સામે કોંગ્રેસ શું લાવી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
4 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર