નૃત્ય સંગીતએ ધૈર્ય, એકાગ્રતા સાથે જીવન જીવવાની કલા શિખવે છે: નરેશ પટેલ
સંગીત નૃત્ય અને અભ્યાસએ વ્યકિતનં જીવનમાં ખુબ મોટો ભાગ ભજવે છે. વાણી, વર્તન, વિચાર, પારિવારિક અને બાહ્ય સંબંધો કેમ જાળવવા અને સૌની સાથે કેવી રીતે રહેવું તે, ટુંકમાં જીવન જીવવાની કળા સંગીત શિખવે છે. નૃત્ય શિખવે છે અને જીવનમાં એકાગ્રતા આત્મવિશ્ર્વાસ અને ધૈર્ય વધારે છે. એમ ખોડલધામનાં ચેરમેન, પટેલ સમાજનાં મોભી, અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલએ હીર વંદના ડો. જયેશ ડોબરીયાના આરંગેત્રમ્ પ્રસંગે અધ્યક્ષ સ્થાને્થી જણાવ્યું હતુ.
શિવ નર્તન કલા કેન્દ્ર રાજકોટનાં વિનસ ઓઝા અને હેતલ મકવાણાનાં સાનિધ્યમાં હીર ડોબરીયાએ પાંચ વર્ષની ભરત નાટયમ્ની એક સંગીત યાત્રા પૂર્ણ કરી છે. જેનો આરંગેત્રમ્ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહીલ , પુજારા ટેલીકોમના ચેરમેન યોગેશભાઈ પુજારા ઉપસ્થિત રહ્યા હતા. અને હીર વંદના ડોબરીયાના આરંગેત્રમ્નાં વધામણા કર્યા હતા.

આ નૃત્ય સંગીતનાં કાર્યક્રમમાં ઉપસ્થિત પુજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારાએ કહ્યું હતુ કે કોઈ પણ પદવી મેળવવી કે કોઈ પણ સ્થાન હાંસલ કરવું એના માટે ખુબ ધીરજ, મહેનત, અને અડગ નિર્ણય શકિતની જરૂર હોય છે. ગોલ નકકી કરવો એ જુદી વાત છે. અને ગોલ સિધ્ધ કરવો એ ખૂબ કઠીન હોય છે. ખુબ મહેનત માંગી લ્યે છે. ટુંકમાં અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
આ આરંગેત્રમ્ કાર્યક્રમમાં હીર ડોબરીયાએ ગણેશ વંદના, અલ્લારીપું, જતિસ્વરમ, શબ્દમ્, પદ્મ (શ્રી કૃષ્ણ-સુદામા) વર્ણમ્, તિલ્લાના, મંગલમ્ વગેરે કૃતિ રજૂ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોના મન મોહી લીધા હતા.
આ કાર્યક્રફમમાં પ્રસિધ્ધ કલાગુરૂ નૃત્ય સંગીત સમ્રાટસમા કલાગુરૂ ચંદન ઠાકોર, શ્રીમતિ નિરાલી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાધ્યવૃંદમાં તેઓની સાથે શ્રી નિવાસ રાઘવન, ફેનિલ સોની અને ધીરજ રાજયગુરૂએ સેવા આપી હતી.