JIOએ નવું OTT પ્લેટફોર્મ JioHotstar લોન્ચ કર્યું, આ પ્લેટફોર્મને આપશે સીધી ટક્કર : જાણો ખાસિયતો
ડિઝની સ્ટારના હોટસ્ટારને ખરીદી લીધા બાદ મુકેશ અંબાણીની કંપનીએ જીઓ સિનેમાને મર્ઝ કરીને નવું ઓટીટી પ્લેટફોર્મ JioHotstar લોન્ચ કર્યું છે. રિલાયન્સ ગ્રુપે નવું ઓટીટી પ્લેટફોર્મ JioHotstar લોન્ચ કર્યું છે. ગયા વર્ષે કંપનીએ ડિઝની સ્ટારના હોટસ્ટારને ખરીદી લીધું હતું. તેમણે કંપનીની હાલની સ્ટ્રીમિંગ એપ્સ Jio Cinema અને Disney Hotstar ને મર્જ કરીને એક નવું OTT પ્લેટફોર્મ Jio Hotstar રજૂ કર્યું છે. યુઝર આ OTT પ્લેટફોર્મને જાહેરાતો સાથે મફતમાં એક્સેસ કરી શકશે.
જે વપરાશકર્તા JioCinema અથવા Disney+ Hotstar ના સબ્સ્ક્રાઇબર છે તેઓ આપમેળે JioHotstar માં ટ્રાન્સફર થઈ જશે. JioHotstar પર આંતરરાષ્ટ્રીય સામગ્રીની સાથે 10થી વધુ ભારતીય ભાષાઓમાં સામગ્રી ઉપલબ્ધ હશે.
JioHotstar OTT પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને 3 લાખ કલાકથી વધુ સામગ્રીની ઍક્સેસ છે. ટૂંક સમયમાં જૂના સબિન્સ્ક્રપ્શન પ્લાનને નવા પ્લાનથી બદલવામાં આવશે. નવા પ્લેટફોર્મમાં અલગ અલગ યોજનાઓ અને સ્લેબ હશે. જોકે Jio Hotstar એ હજુ સુધી વિગતવાર યોજનાઓની જાહેરાત કરી નથી.

મફત સ્ટ્રીમિંગ અને પ્રીમિયમ પ્લાન
JioHotstar ની સૌથી ખાસ વાત એ છે કે હાલમાં તેને મફતમાં એક્સેસ કરી શકાશે. જોકે જાહેરાત ફ્રી અને સારા રિઝોલ્યુશન સ્ટ્રીમિંગ અનુભવ મેળવવા માટે પ્રીમિયમ સબિસ્ક્રપ્શન પણ ઉપલબ્ધ રહેશે. નવા યુઝર માટે સબિસ્ક્રપ્શન પ્લાન રૂ.149થી શરૂ થાય છે.
આ પ્લેટફોર્મ સાથે સીધી સ્પર્ધા
JioHotstar ના નવા લોગોમાં JioHotstar નામની સાથે 7-પોઇન્ટેડ સ્ટાર પણ છે. આ પ્લેટફોર્મ લોન્ચ થયા પછી તેનો યુઝર બેઝ 50 કરોડને વટાવી ગયો છે. Jio Hotstar એપ સીધી નેટફિલેક્સ સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. કંપની મફત સબિન્સ્ક્રપ્શન પણ આપી રહી છે, જેનાથી તેનો માર્ગ પહેલાથી જ ઘણો સરળ બની ગયો છે.
લાઈવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ
યુઝર JioHotstar એપમાં ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી અને અન્ય મુખ્ય રમતોનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકશે. આ સાથે જે વપરાશકર્તાઓ રમતો જોવાનું પસંદ કરે છે તેમને લાઇવ મેચ જોવાનો શ્રેષ્ઠ અનુભવ મળશે.