રાજકોટમાં ટૂંક સમય લીવર-હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે
સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આકાર લઈ રહેલી શિતલ મજું પટેલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ સિવાય રોબેટીક સર્જરી પણ કરી શકાશે: સંકલ્પ સમારોહ યોજાયો
રાજકોટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે ટૂંક સમયમાં લીવર હાર્ટ તેમજ લગ્સનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે,સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત નવનિર્માણ પામનાર શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો નિર્માણ સંકલ્પ સમારોહ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની સફળતાના ૨૨ વર્ષ પુરા કરી અને ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે નવનિર્માણ પામનાર હોસ્પિટલના દાતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો

શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણની સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આ સંમેલનમાં દાતાઓ, શહેરના શ્રેષ્ઠીઓ, શહેરના નામાંકિત ડોકટરો, સ્ટાફ સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન જયંતીભાઈ ફળદુએ જણાવેલ કે,હોસ્પિટલના મુખ્ય દાતાધીરુભાઈ પટેલ ૨૦ કરોડની તથાઅન્ય દાતાઓને દાનની ગંગા વહેવડાવી તે બદલ આભાર વ્યક્ત કરેલ અને જણાવેલ કે આ શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ થવાથી ઉચ્ચતમ સારવાર રાહત દરે લોકોને ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિવેકભાઈ જોષીએ જણાવેલ કે, શિતુલ મંજુ પટેલ મલ્ટી-સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં યુરોલોજી, નેફ્રોલોજી ઉપરાંત ગેસ્ટ્રોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પ્લ્મોનોલોજી વગેરે જેવી બિમારીઓની સારવાર તેમજ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાયના લીવર, હૃદય, ફેફસાં જેવા ટ્રાન્સપ્લાન્ટ, રોબોટીક સર્જરી વગેરેની પણ સુવિધાઓ અને શ્રેષ્ઠ સારવાર નજીવા દરે આપણા વિસ્તારમાં ઉપલબ્ધ થઇ શકશે.