રાજ્યમાં 90 ટકા પ્રી-પ્રાઇમરી સ્કૂલોનું રજીસ્ટ્રેશન બાકી: છ મહિનાની મુદત વધે તેવી સંભાવના
આગામી સપ્તાહ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરાશે: સંચાલકોના વિરોધ બાદ નીતિનિયમોમાં કોઈ ફેરફાર નહીં પરંતુ રજીસ્ટ્રેશનની તારીખમાં વધારો કરે તેવી શક્યતા
રાજ્યમાં હજુ સુધી 10% પ્રી પ્રાઇમરી સ્કૂલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાથી આ મુદત વધારવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં હવે છ મહિનાની મુદત વધારવા માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ દર્શાવી છે. જોકે આ અંગેની જાહેરાત સરકાર દ્વારા હજુ આગામી સપ્તાહમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-3.jpeg)
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અનુસંધાને રાજ્યમાં ચાલતી તમામ પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આ રજીસ્ટ્રેશન માટે શરતો મૂકવામાં આવી છે જેમાં કેટલીક શરતોનું પાલન કરવાનું સંચાલકો માટે શક્ય ન હોવાથી અગાઉ પણ વિરોધ ઉઠ્યો હતો.
રાજકોટ સહિત રાજ્ય ભરમાં 90% પ્રી પ્રાઇમરી સ્કૂલોનું રજીસ્ટ્રેશન બાકી હોવાથી નાના રૂમથી લઈને મોટા બિલ્ડીંગો સુધી અલગ અલગ જગ્યાએ પ્રી પ્રાઇમરી સ્કૂલો ચાલી રહી છે જે અત્યારે કોઈ વિભાગ હેઠળ આવતી નથી આથી તેને સંગઠિત કરવા માટે રજીસ્ટ્રેશન દ્વારા આ સ્કૂલોને શિક્ષણ વિભાગ હેઠળ લાવવામાં આવશે. મુદતમાં હવે થોડા દિવસો બાકી છે ત્યારે હજારો સ્કૂલોનું રજીસ્ટ્રેશન બાકી હોવાથી આ મુદત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.