અમેરિકાથી ક્યા ક્યા ગુજરાતી ડીપોર્ટ થયા…જુઓ યાદી
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ તરીકે રહેતા ગુજરાતના ૩૩ નાગરિકો સહિત ડીપોર્ટ કરાયેલા ૧૦૪ લોકોને લઈને અમેરિકી એરફોર્સનું એક વિમાન બુધવારે અમૃતસર પહોંચ્યું હતું. આ વિમાનમાં ગુજરાતના 33, પંજાબના 30, યુપીના 3, હરિયાણાના 33, ચંદીગઢના 2 અને મહારાષ્ટ્રના 3 લોકો સવાર હતા.
અમૃતસર પોલીસે કહ્યું હતું કે, તેમના સમગ્ર ગુનાહિત રેકોર્ડ અને ઇમિગ્રેશન રેકોર્ડની તપાસ કર્યા પછી જ તેમને જવા દેવામાં આવશે. આ દેશનિકાલ કરાયેલા લોકો જે રાજ્યોના છે ત્યાંના રાજ્ય અધિકારીઓને પણ તેમના આગમન વિશે જાણ કરવામાં આવી છે.
પંજાબના બિન-નિવાસી ભારતીય બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકો જેમણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપ્યું છે તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જોઈએ. તેમણે કહ્યું કે ઘણા ભારતીયો ‘વર્ક પરમિટ’ પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને તેની મુદત પૂરી થયા પછી, તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે.
ડીપોર્ટ થયેલા ગુજરાતીઓની યાદી…
- જયેન્દ્રસિંહ વિહોલ ખાનુસા, તા. વિજાપુર
- હિરલબેન જયેન્દ્રસિંહ વિહોલ વડસ્મા, મહેસાણા
- સત્વંતસિંહ વાજાજી રાજપૂત ગણેશપુરા, સિદ્ધપુર
- કેતુલકુમાર હસમુખભાઈ દરજી, મહેસાણા
- પ્રેક્ષા જગદીશભાઈ પ્રજાપતિ, ગાંધીનગર
- જીગ્નેશકુમાર બલદેવભાઈ ચૌધરી બાપુપુરા, ગાંધીનગર
- રુચી ભરતભાઈ ચૌધરીઇન્દ્રપુરા, ગાંધીનગર
- પિન્ટુકુમાર અમૃતલાલ પ્રજાપતિ થલતેજ, અમદાવાદ
- ખુશ્બુબેન જયંતિભાઈ પટેલ લુણાવાડા, વડોદરા
- સ્મિત કિરીટ કુમાર પટેલ માણસા, ગાંધીનગર
- શિવાની પ્રકાશગિરિ ગોસ્વામી પેટલાદ, આણંદ
- જીવનજી કચરાજી ગોહિલ, ગાંધીનગર
- નિકિતાબેન કનુભાઈ પટેલ ચંદ્રનગર દાભલા, ગુજરાત
- ઐશા ધીરજકુમાર પટેલ અંકલેશ્વર, ભરૂચ
- જયેશભાઈ રમેશભાઈ રામી, વિરમગામ
- બીનાબેન જયેશભાઈ રામી જુના ડીસા, બનાસકાંઠા
- સગીર, પાટણ
- કેતુલકુમાર બાબુલાલ પટેલ મનુદ, ગુજરાત
- સગીર, પાટણ
- કિરણબેન કેતુલકુમાર પટેલ વાલમ, મહેસાણા
- સગીર, ગાંધીનગર
- ઋષિતાબેન નિકેત કુમાર પટેલ નારદીપુર, ગુજરાત
- કરનસિંહ નટુજી ગોહિલ બોરુ, ગુજરાત
- મિતલબેન કરનસિંહ ગોહિલ, ગાંધીનગર
- સગીર, મહેસાણા
- સગીર ગોઝારિયા, ગુજરાત
- હાર્દિકગિરી મુકેશગીરી ગોસ્વામી, દાભલા
- પ્રતિકુમાર અંબાલા પટેલ, મહેસાણા
- હિમાનીબેન હાર્દિકગિરી ગોસ્વામી, માણસા
- સગીર માણસા, ગુજરાત
- અરુણાબેન જીગ્નેશકુમાર ઝાલા મેઉ, મહેસાણા
- સગીર માણસા, ગુજરાત
- જીગ્નેશકુમાર પરબતજી ઝાલા જામલા, ગાંધીનગર
- ધવલભાઈ કિરીટ કુમાર લુહાર, ગાંધીનગર
- સગીર લુહાર, ગાંધીનગર