અમેરિકામાં વિમાન અને હેલિકોપ્ટરની ટક્કર : ક્રેશ થયા બાદ વિમાન નદીમાં પડ્યું, 19 લોકોના મૃતદેહ નદીમાંથી બહાર કઢાયા
અમેરિકન એરલાઇન્સનું વિમાન લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર સાથે અથડાયું. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. આ અકસ્માત રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક થયો હતો. અકસ્માત બાદ, બંને વિમાનો પોટોમેક નદીમાં ક્રેશ થયા. નદીમાંથી અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃત્યુઆંક વધી શકે છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 64 લોકો સવાર હોવાના અહેવાલ છે. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં ત્રણ લોકો હતા.
વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી ચાલુ છે અને લોકોને ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે અનેક ફાયરબોટ જોવા મળી હતી. ફોક્સ ન્યૂઝનું કહેવું છે કે અકસ્માતનો ભોગ બનેલું વિમાન અમેરિકન એરલાઇન્સનું હતું.
⚡️CCTV footage from the Kennedy Center in Washington DC allegedly shows the moment a plane crashed into a helicopter during landing at Reagan International Airport pic.twitter.com/9sVqnfXH46
— RT (@RT_com) January 30, 2025
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિમાન અને હેલિકોપ્ટર અથડાયા અને પછી નદીમાં પડી ગયા હતા . આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન રીગન એરપોર્ટ પર લેન્ડિંગ માટે નીચે ઉતરી રહ્યું હતું. આ અકસ્માત બાદ એરપોર્ટ પર તમામ પ્રકારના વિમાનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અહીં ઉતરાણ માટે આવતા વિમાનોનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. એપીના અહેવાલમાં જણાવાયું છે કે અથડામણ સમયે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 140 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હતી અને 400 ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, પાયલટને એર ટ્રાફિક કંટ્રોલ તરફથી વિમાનને લેન્ડ કરવા માટેનો સિગ્નલ મળ્યો હતો. આ પછી જ વિમાનનું લેન્ડિંગ થઈ રહ્યું હતું અને તે ધીમે ધીમે નીચે આવી રહ્યું હતું. આ દરમિયાન તે એક હેલિકોપ્ટર સાથે અથડાઈ ગયું હતું. એટલું જ નહીં, એર ટ્રાફિક કંટ્રોલરે હેલિકોપ્ટર ક્રૂ મેમ્બર્સ પાસેથી પણ પૂછ્યું કે શું તેઓ પ્લેન જોઈ શકે છે. લગભગ 30 સેકન્ડમાં, વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માત પછી તરત જ, એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ બંધ કરી દેવામાં આવ્યું. વિમાન અને હેલિકોપ્ટરની ટક્કર થયા બાદ નદીમાં વિમાન નદીમાં પડ્યું હતું. એવી શંકા છે કે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. હાલમાં, મૃતદેહોને શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે.