ઈન્ફોસિસના સહસ્થાપક શું આવ્યા વિવાદમાં ? શું છે મામલો ? જુઓ
કર્ણાટક પોલીસે બેંગલુરુમાં ઇન્ફોસિસના સહ-સ્થાપક સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ આઇઆઈએસસી ડિરેક્ટર બલરામ અને 16 અન્ય લોકો સામે એસસી એસટી અત્યાચાર કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
૭૧મી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ ના નિર્દેશના આધારે સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ બારામાં અન્ય ટોચના અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે .
ફરિયાદી, દુર્ગાપ્પા, જે આદિવાસી બોવી સમુદાયના છે, તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીમાં ફેકલ્ટી સભ્ય હતા.
તેમણે દાવો કર્યો હતો કે તેમને 2014 માં હની ટ્રેપ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી.
આ લોકોના નામ પણ સામે આવ્યા
આ કેસમાં અન્ય વ્યક્તિઓમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વેશ્વરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિશી, ચટ્ટોપાધ્યાય કે, પ્રદીપ ડી સાવરકર અને મનોહરનનો સમાવેશ થાય છે.
ગોપાલકૃષ્ણંન ૨૦૦૭ થી ૨૦૧૧ સુધી ઇન્ફોસીસમા ડાયરેક્ટર તરીકે રહ્યા હતા. તેઓ અન્ય ટોપ પોસ્ટ પર પણ રહ્યા હતા. ઈન્ફોસિસની સ્થાપના પૂણેમા કરાઇ હતી.