ત્રણ વાગ્યે ઈંગ્લેન્ડ તો સાંજે છ વાગ્યે ટીમ ઈન્ડિયા એરપોર્ટ પર ઉતરશે: બન્ને માટે સ્પેશ્યલ ફ્લાઈટ
અડદિયા, રિંગણાનો ઓળો સહિતની
વિન્ટર સ્પેશ્યલ’ આઈટમ પીરસાશે
આજે આરામ કર્યા બાદ કાલે પ્રેક્ટિસ અને મંગળવારે મુકાબલો કરવા ઉતરશે બન્ને ટીમ
ભારત વતી હાર્દિક, સૂર્યા, અક્ષર તો ઈંગ્લેન્ડ વતી જોફ્રા, બટલર, લિવિંગસ્ટોન સહિતના રહેશે આકર્ષણનું કેન્દ્ર
મંગળવારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો રમાવાનો છે જેના માટે આજે બન્ને ટીમ રાજકોટ આવી પહોંચશે. એકંદરે બન્ને ક્રિકેટ ટીમ આજથી બુધવાર સુધી રાજકોટની મહેમાન' બનશે.
આજે બપોરે ત્રણ વાગ્યે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ઈંગ્લેન્ડ ટીમ ચેન્નાઈથી રાજકોટ આવી પહોંચશે તો સાંજે છ વાગ્યે ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ અકાશા એરલાઈન્સ મારફતે રાજકોટ આવશે. ટીમ ઈન્ડિયા હોટેલ સયાજી તો ઈંગ્લેન્ડ ફોર્ચ્યુનમાં ઉતરશે. અત્યારે રાજકોટમાં ઠંડી પડી રહી છે ત્યારે ખેલાડીઓને
વિન્ટર સ્પેશ્યલ’ ગણાતી વાનગીઓ જેવી કે અડદિયા, રિંગણાનો ઓળો સહિતનું પીરસવામાં આવશે. આજે બન્ને ટીમ હોટેલ પર આરામ કરશે જ્યારે આવતીકાલે સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કર્યા બાદ મંગળવારે મુકાબલો કરવા માટે મેદાને ઉતરશે. આ મેચનો પ્રારંભ સાંજે ૭ વાગ્યાથી થશે.
ભારત વતી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ આકર્ષણનું કેન્દ્ર રહેશે તો ઈંગ્લેન્ડ વતી જોફ્રા આર્ચર, જોશ બટલર, લિયામ લિવિંગસ્ટોન સહિતના રાજકોટમાં જમાવટ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. હોટેલ સયાજીમાં કેપ્ટન સૂર્યાકુમાર યાદવને પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યો છે બાકીના તમામ ખેલાડીને સ્યુટ રૂમ અપાયા છે જેમાં તરેહ તરેહની સુવિધાઓ છે.
મેચની ટિકિટ છે કે મીસ્ટર ઈન્ડિયા': શોધ્યે મળતી જ નથી !
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારે ટી-૨૦ મુકાબલો રમાવાનો છે ત્યારે તેને સ્ટેડિયમમાં બેસીને નિહાળવા માટે ક્રિકેટરસિકો આતૂર બન્યા છે. જો કે ૧૫૦૦ કે ૨૦૦૦ના દરની ટિકિટ જ્યારથી વેચાણ શરૂ થયું ત્યારથી લઈ આજ સુધી મળતી ન હોવાને કારણે રોષ સાથે લોકો કહી રહ્યા છે કે
આ તો મેચની ટિકિટ છે કે મીસ્ટર ઈન્ડિયા ? શોધવા જવા છતાં મળી રહી નથી’ આ પાછળનું કારણ શું હશે તેવો સવાલ પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી કેમ કે પ્રથમ દિવસથી જ ઓછા દરની ટિકિટ ઓનલાઈન બુક કરવાનો પ્રયત્ન કરવામાં આવે એટલે `સોલ્ડ આઉટ’ એવું જ બતાવવામાં આવી રહ્યું હોય દાળમાં કંઈક કાળું હોવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. શું બુકિંગ શરૂ કર્યાની થોડી જ વારમાં ૧૫૦૦ કે ૨૦૦૦ના દરની ટિકિટ બુક થઈ ગઈ હશે ? શું ક્રિકેટરસિકો આટલા ફાસ્ટ હશે કે બુકિંગ શરૂ થયું કે તુરંત એક બાદ એક ટિકિટ બુક કરી લીધી હશે ? બુક માય શો પર દેશના કોઈ પણ ખૂણેથી ટિકિટ બુકિંગ કરી શકાય છે તો શું રાજકોટ કે ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકોએ રાજકોટમાં મેચ જોવા માટે ટિકિટ બુક કરી લીધી હશે ? કારણ જે પણ હોય પરંતુ વાસ્તવક્તાિ એ છે કે અત્યારે મેચની ઓછા દરની ટિકિટ કોઈને પણ સરળતાથી મળી રહી ન હોય લોકોએ નાછૂટકે કાળાબજારમાં ખરીદ કરવી પડી રહી છે.