રિલાયન્સ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર
અંબાણીનું નવું સાહસ જામનગરની તકદીર બદલી નાખશે
સૌરાષ્ટ્ર અને જામનગર માટે ખુશ ખબર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં સૌથી મોટા ડેટા સેન્ટરની સ્થાપના કરશે અને તે સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રીઝના વૈશ્વિક નકશામાં જામનગર ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એ આઈ ટેકનોલોજીમાં વિશ્વની ટોચની ગણાતી અમેરિકાની NVIDIA કંપની પાસેથી મુકેશ અંબાણી એઆઈ સેમીકંડકટર્સની ખરીદી કરશે. આ અગાઉ ૨૦૨૪ માં યોજાયેલી NVIDIA AI સમિટમાં રિલાયન્સ અને NVIDIAએ સંયુક્ત રીતે ભારતમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની જાહેરાત કરી હતી.
બાદમાં એ કંપનીએ રિલાયન્સના એક ગીગા વોટ ડેટા સેન્ટર માટે બ્લેક વેલ એઆઈ પ્રોસેસર આપવાની ઘોષણા કરી હતી. બાદમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને. NVIDIA એ ભારતની વિવિધ ભાષાઓના એ આઈ મોડલ માટે એઆઈ સુપર કોમ્પ્યુટર્સ બનાવવા માટે ભાગીદારી કરાર કર્યા હતા.
અમેરિકા અને ચીન પછી ભારતમાં શ્રેષ્ઠ ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાનું મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.