અમેરિકામાં 538 ઇમિગ્રન્ટ્સની ધરપકડ: સેંકડોને તગેડી મૂકયા
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાંથી દેશ નિકાલ કરવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશનો અમલ શરૂ થઈ ગયો છે. એ આદેશના ત્રીજા દિવસે જ 538 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સેકડો લોકોને મિલિટરીના વિમાનો દ્વારા દેશ નિકાલ કરી દેવાયા હતા.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કોરોલીને લિવિયેટે કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓના દેશ નિકાલના વિશ્વના સૌથી મોટા ઓપરેશનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે 538 જે ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાં એક સંદિગ્ધ આતંકવાદી, ટ્રેન ડે એરગુઆ ગેંગના ચાર સભ્યો તેમ જ સગીરો પરના જાતીય દૂર વ્યવહાર બદલ દોષિત થયેલા ગુનેગારો નો સમાવેશ થાય છે.
એ ઉપરાંત સેકન્ડ લોકોને મિલેટરી ના વિમાનો દ્વારા તેમના દેશભેગા કરી દેવામાં આવ્યા હતા. જોકે તેમણે દેશનિકાલ થયેલા લોકોનો ચોક્કસ આંકડો કે કયા દેશના હતા તે જણાવ્યું ન હતું. દેશ નિકાલ કરાયેલા લોકોમાં પણ મોટાભાગના ગુનેગારો હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે દેશની સરહદોની સુરક્ષા માટે પગલાં લેવાઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસ ના પ્રેસ સેક્રેટરીએ દેશ નિકાલ કરાયેલા કેટલાક ગુનેગારોના નામ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.