બજેટમાં નાણામંત્રી નિર્મલા કઈ ચીજો સસ્તી કરી શકે છે ? જુઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ 2025 રજૂ કરશે. બજેટ 2025 અંગે એવી અટકળો ચાલી રહી છે કે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. બજેટની તૈયારી થઈ ચૂકી છે ત્યારે રોજ નવા નવા અહેવાલો બહાર આવી રહ્યા છે . યુવકો રાજી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.

2025 ની શરૂઆત સુધીમાં ભારતમાં 1.2 અબજ સ્માર્ટફોન વપરાશકર્તાઓ થઈ ગયા છે અને 2016 થી મોબાઇલ ડેટાના ભાવમાં 90% ઘટાડો થયો છે. જો બજેટ 2025 માં આવી જાહેરાત કરવામાં આવે તો સસ્તા ડેટા પ્લાન અને સ્થાનિક ઉત્પાદન ડિજિટલ વિકાસને વેગ આપશે.
પ્રોજેક્ટોને પ્રોત્સાહન
દરમિયાનમાં એવા સંકેતો પણ મળ્યા છે કે નાણામંત્રી દેશમાં માળખાગત પ્રોજેક્ટોને મહત્વ આપીને દેશમાં રોજગાર વધારવા માંગે છે અને આ માટે હવે આવા પ્રોજેકટોના અમલમાં જો વિલંબ થાય તો રોકાણકારોને નુકસાની થવા દેવાશે નહીં અને તેના માટે ખાસ ફંડની જાહેરાત પણ થઈ શકે છે .
ખેડૂતોને રૂપિયા 8 હજાર મળી શકે
એ જ રીતે દેશના ખેડૂતોને સંતોષ અને રાહત આપતી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ પણ નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. અત્યારે ખેડૂતોને આ યોજાય હેઠળ રૂપિયા 6 હજાર મળી રહ્યા છે અને હવે બજેટમાં આ રકમ વધારીને રૂપિયા 8 હજાર કરી શકાય છે તેવા સંકેત પણ બહાર આવ્યા છે . આ ઉપરાંત અન્ય વર્ગો માટે પણ રાહતરૂપ જાહેરાતો થઈ શકે છે .
