ધો.12ની વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારનાર સ્કૂલવાન ચાલકની ધરપકડ
છાત્રાને લગ્નની લાલચ આપી વિધર્મી શખસે બદકામ કરી વિડીયો બનાવી લીધો : વાયરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર દેહ અભડાવ્યો
રાજકોટમાં કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાત્રાને સ્કૂલ વાન ચાલક વિધર્મી શખ્સે પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ સગીરા સાથે ખાનગી વિડીયો ઉતારી આરોપીએ સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી વાયરલ કરવાની ધમકી આપી હતી. જે મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે.
મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ આદિત્ય વિંગમાં રહેતાં સેફ ઇલ્યાસ મેમણનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેની પુત્રી ધો.12માં અભ્યાસ કરે છે. તેમની પુત્રી કાલાવડ રોડ પ્રેમમંદીર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કુલવાન ચલાવતો સેફ ઈલીયાઝ નામના વિધર્મી શખ્સની વાનમાં સ્કુલે જતી હોવાથી આરોપીને છાત્રા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા અને બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા વિધર્મી શખસે તેનો લાભ લઈ છાત્રાને વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. છાત્રા તેના ફોનમાં આરોપી સાથે ચેટ કરતી હતી.ત્યારે પરિવારને શંકા ઉપજતા છાત્રાનો ફોન લઈ તપાસતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો. જે અંગે છાત્રાને પરિવારજનોએ પુછતા તેણીએ સત્ય હકકીત જણાવી હતી.તેણીએ આરોપી અનેક જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરી કરી હતી અને ખાનગી પળોના વિડીયો ઉતારી તેમને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યા હતાં. ઉપરાંત તું જો મને મળવા નહીં આવે તો વિડીયો વાયરલ કરી નાંખવાની ધમકી આપી હતી.જેથી પરિવારે તેના વિરુદ્ધ ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે તેને ગણતરીની કલાકમાં ધરપકડ કરી હતી.