યુપીમાં ક્યાં ઠાર થયા 4 બદમાશો ? ક્યારે થયું ઓપરેશન ? વાંચો
યુપીમાં બદમાશો અને ગુંડાઓ સામે આકરી કાર્યવાહી યથાવત જ રહી છે . શામલી જિલ્લામાં સોમવારે મોડી રાત્રે મોટું એન્કાઉન્ટર થયું હતું. રાત્રે 2:30 વાગ્યાની આસપાસ યુપી એસટીએફની મેરઠ ટીમે શામલીના ઝીંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન સામ-સામે ફાયરિંગમાં એક લાખના ઈનામી અશરદ સહિત 4 બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા હતા. આમ લોકોમાં હવે કામના વખાણ થઈ રહ્યા છે.
બીજી તરફ એસટીએફના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને ઘણી ગોળીઓ વાગી હતી એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો રિકવર કરવામાં આવ્યા છે.
એસટીએફ મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ અને તેના ત્રણ સાથીઓ, મનજીત, સતીશ અને એક અન્યને શામલીના ઝીંઝાના વિસ્તારમાં ઘેરી લીધા હતા. બધા બદમાશો કારમાં સવાર હતા. આ દરમિયાન અરશદ અને તેના સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું.
એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ‘ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે એસટીએફ ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા હતા.