હમાસે કેટલા બંધક મુક્ત કર્યા ? ઇઝરેળે કેટલા કેદી છોડ્યા ? વાંચો
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો રવિવારે અસ્થાયી રૂપે અંત આવ્યો હતો. આ સાથે, ગાઝામાં ચાલી રહેલો ભયંકર વિનાશ અને નરસંહાર અટકી ગયો છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 મહિલા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઇઝરાયલ પહોંચી પણ ગયા હતા. કરાર હેઠળ, ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને પણ મુક્ત કર્યા હતા. આમ હવે
ઇઝરાયલ દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના પેલેસ્ટિનિયન કેદીઓમાં મહિલાઓ અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલે આ યાદીમાં રહેલા તમામ લોકોને રાજ્ય સુરક્ષા સંબંધિત ગુનાઓ માટે અટકાયતમાં લીધા હતા, જેમાં પથ્થરમારાથી લઈને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.
25 જાન્યુઆરીએ બીજા લોકો મુક્ત થશે
જો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ રહેશે તો કેદીઓની આપ-લેનો આગામી તબક્કો 25 જાન્યુઆરીએ થશે, જે પહેલાથી જ સુનિશ્ચિત થયેલ છે. આગામી વાતચીતમાં હમાસ 4 ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરશે. ત્યારબાદ ઇઝરાયલ દરેક બંધકના બદલામાં 30 થી 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.
પહેલા તબક્કામાં હમાસ 33 ને છોડશે
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ 42 દિવસ સુધી ચાલી શકે છે. હમાસની શરત એ છે કે યુદ્ધવિરામ કરારના પહેલા તબક્કામાં, ઇઝરાયલી સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ તેના ક્ષેત્રમાં જશે. યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કામાં હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ, ઇઝરાયલ આના બદલામાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. 15 દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન, બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ અંગે ચર્ચા કરશે.