આજી જીઆઇડીસીમાં ખોડીયારનગરનો બનાવ : ધો.11માં અભ્યાસ કરતી તરૂણીએ સ્કૂલેથી આવી ગળેફાંસો ખાઈ લીધો
રાજકોટમાં નાની વયમાં યુવક અને યુવતીઓ નજીવી બાબતનું માઠું લગાવીને જીવન ટૂંકાવી લેતા હોવાના બનાવો વધ્યા છે.ત્યારે આજી જીઆઇડીસીમાં ખોડીયારનગરમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય તરૂણીને માતાએ રસોઈ બનાવવા માટે ઠપકો આપ્યો હતો.જેનું માઠું લગાવી તેણીએ સ્કૂલેથી આવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
વિગત મુજબ આજી જીઆઇડીસીમાં ખોડીયારનગર શેરી નં.16માં રહેતી વંસીતા હસમુખભાઇ માધર (ઉ.વ.16) ગઇકાલ સ્કૂલેથી આવ્યા બાદ બપોરના 12:30 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.માતા-પિતા કામ ધંધેથી આવ્યા ત્યારે પુત્રીની લટકી જોઈ ઘટનાની જાણ 108ને કરતાં 108નો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો.અને વંસીતાને તપાસી મૃત જાહેર કરી હતી.બાદમાં ઘટનાની જાણ થોરાળા પોલીસને થતાં પીએસઆઈ એચ.ટી.જીંજાળા દોડી આવ્યા હતા.અને તરૂણીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક વંસીતા એક ભાઈ અને એક બેનમાં વચ્ચેટ હતી.અને ધો.11માં અભ્યાસ કરતી હતી.એક-બે દિવસ પૂર્વે તેની માતાએ રસોઈ બનાવવા મુદે ઠપકો આપ્યો હતો.જે વાતનું માઠું લગાવી તેણીએ સ્કૂલેથી આવી આ પગલું ભરી લીધું હતું.જોકે ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ ચાલુ રાખી છે.