10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુની યાદીમાં સામેલ
અમેરિકામાં વર્ષ 2015માં પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલ નામના મૂળ ગુજરાતના યુવાન અંગે સચોટ માહિતી આપનારને2,50,000 યુએસ ડોલર એટલે કે અંદાજે 2.16 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની એફબીઆઇએ જાહેરાત કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ભદ્રેશ પટેલ અને તેની 21 વર્ષની પત્ની પલક પટેલ બંને મેરીલેન્ડમાં એક જ દુકાનમાં કામ કરતા હતા. ભદ્રેશે એપ્રિલ 2015માં દુકાનમાં જ તિક્ષણ હથિયારોના અનેક ઘા ઝીંકી પલકની હત્યા કરી હતી અને ભાગી ગયો હતો.
એફબીઆઇના જણાવ્યા અનુસાર ઘટના બની તેના એક મહિના પહેલા પતિ પત્ની બંનેના વિઝા સમાપ્ત થઈ ગયા હતા. પલકે ભારત પરત ફરવાની ઈચ્છા દર્શાવતા ભદ્રેશે તેને પતાવી દીધી હતી. તેની સામે એરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેનો કોઈ હતો પતો મળ્યો ન હતો. તે કેનેડા થઈને ભારત પરત ફરી ગયો હોય અથવા તો અમેરિકામાં જ ક્યાંક છુપાયો હોય તેવી તમામ સંભાવનાઓ એફબીઆઈ ચકાસી રહી છે. શુક્રવારે એફબીઆઈ એ તેને પ્રથમ દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુની યાદીમાં સામેલ કરી આ ઇનામની ઘોષણા કરી હતી. ભદ્રેશ પાસે શસ્ત્ર હોવાની ચેતવણી આપી એફબીઆઇએ તેને ખૂબ ખતરનાક શખ્સ ગણાવ્યો હતો.