વિદ્યાર્થીઓની દુનિયા મુઠ્ઠીમાં કેદ
પહેલા સ્કુલેથી છૂટીને ભાઈબંધ-દોસ્તારો વચ્ચે સાંજે ફલાણી જગ્યાએ મળશુ અથવા સાંજે સાથે બેસીને હોમવર્ક કરશુ એવી ક ચર્ચાઓ થતી હતી..બધા હળવા અને ખુશમિજાજમાં રહેતા હતા…પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. આજના વિદ્યાર્થીઓ સ્કુલમાં મોબાઈલ લઇ જતા થઇ ગયા છે અને છૂટી ગયા પછી પણ એક બીજાને તું મને ટેગ કરજે…અથવા તું મને DM કરજે…એવી ભાષામાં વાત કરતા થઇ ગયા છે. આ તસવીર જ જોઈ લ્યો…સ્કુલેથી છૂટીને ઘરે જઈ રહેલા આ તમામ વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ છે..બધા વચ્ચે બીજી કોઈ વાત જ નથી..બસ બધાની દુનિયા મુઠ્ઠીમાં કેદ થઇ ગઈ છે. ( તસવીર: રાજુ વાડોલિયા)