467 દિવસના યુદ્ધે વેર્યો હૈયુ કંપાવી દે તેવો સંહાર
ગાઝામાં દરેક 50 માણસે એક માણસનું મોત
દરરોજ 10 બાળકોએ પોતાના પગ ગુમાવ્યા
ગાઝા બની ગયું ખંડેર: હજુ પણ હજારો લાશો કાટમાળ હેઠળ: મૃતકોમાં 70 ટકા મહિલા અને બાળકો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે સર્જેલી કરુણાંતિકા હૈયુ કંપાવી જાય તેવી છે. હજારો જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે. દરરોજ બોમ્બમારા, દરરોજ મૃત્યુ, દરરોજ આશિયાનાઓ ખંડેર થતાં નિહાળવાની લાચારી,દરરોજ જીવ બચાવવા માટેની ભાગદોડ, દરરોજ કાટમાળમાં ફેરવાઈ ગયેલા મકાન હેઠળથી લાશો શોધવાની કવાયત અને હર ક્ષણ હર પળ જિંદગી બચાવવાનો સંઘર્ષ. ગાઝામાં ઇઝરાયેલે કરેલા નરસંહાર અને વિનાશનું સરવૈયું માનવી કઈ હદે ક્રૂર થઈ શકે છે તેનું પ્રમાણ આપનારો બની રહેશે.
ગાઝામાં આખેઆખા પરિવારો પૃથ્વીના તટ પરથી ભુસાઈ ગયા. ગાઝા આખું ખંડેર બની ગયું છે. બરટ્રાન્ડ રસેલે કહ્યું હતું કે વોર ડઝ નોટ ડીટરમાઇન હુ ઇઝ રાઈટ,ઇટ ડીટરમાઇન્સ હું ઇઝ લેફ્ટ. યુદ્ધ પછી કશું બચતુ નથી. યુદ્ધ માત્ર વિનાશ નોતરે છે. ધરતી રક્ત રંજીત બને છે. જિંદગીના ઉજાસ ઉપર મૌતનો અંધકાર છવાઈ જાય છે. શરીરો ગોળીઓથી વીંધાઇ જય છે. ગુલશનો વેરાન થઈ જાય છે. લવરમુછિયા સેઈનીકોના મૃતદેહો છ ફૂટ ઊંડા ખાડાઓમાં દફન થતાં રહે છે. યુદ્ધ સઘળી ખુશીઓ હડપ કરી જાય છે. યુધ્ધો માનવ જીન્દગીઓ હણી લે છે. ખુશીઓથી છલકતી હજારો યુવાન જિંદગીઓ નો અકાળે અંત આવી જાય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ હેબર્ટ હુવરે કહ્યું હતું કે ભરપૂર જિંદગી જીવી ગયેલા વૃદ્ધ લોકો યુદ્ધ શરૂ કરે છે પણ લડવાનું અને મરવાનું તો યુવાનોએ જ હોય છે.
યુદ્ધમાં માર્યા ગયેલા લોકો અને સેઈનીકોની સાચી સંખ્યા કદી બહાર નથી આવતી પણ ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના યુદ્ધમાં થયેલી જાન માલની ખુવારીની સતાવાર વિગતો પણ વિનાશ અને સંહારનો જે ચિતાર આપે છે તે ભયાવહ છે.
ગાઝામાં અભૂતપૂર્વ માનવીય કટોકટી સર્જાઈ છે.લોકો ભૂખે મરી રહ્યા છે. ઉપર આપ અને નીચે જમીનની સ્થિતિ છે. ઘાયલ અને બીમારો માટે નથી દવા કે નથી સારવારની કોઈ વ્યવસ્થા.ગાઝાની અડધી વસ્તી 18 વર્ષથી નીચેના લોકોની છે.
ઇઝરાયેલે કરેલા હુમલામાં ગાઝાના નાગરિકોની આખે આખી પેઢીઓનું અસ્તિત્વ કાયમી ધોરણે ભું સાઈ ગયું છે. યુનાઇટેડ નેશને બહાર પાડેલા આંકડા અનુસાર ગાઝામાં દરેક 50 માણસ દીઠ એક માણસનું મૃત્યુ થયું છે અને દરેક વીસ માણસ દીઠ એક માણસ ઘાયલ થયો છે. હોસ્પિટલો દવાખાનાઓ જળાશયો વીજ મથકો અને શાળાઓમાંથી પણ ગાઝામાં કાંઈ બચ્યું નથી.ગાઝા ભેંકાર બની ગયું છે.સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતું ગાઝા લાશોનું નગર બનીને રહી ગયું છે.
સંહાર અને ભયાનકતા આંકડામાં
મૃત્યુ – ગાઝામાં 46707 લોકોના મોત
તેમાંથી 70 ટકા મહિલાઓ અને બાળકો,
કુલ 18000 બાળકો માર્યા ગયા તેમાંથી 44 ટકા
14 વર્ષથી નીચેની ઉંમરના.આ અધૂરા અને સતાવાર આંકડો છે.હજુ હજારો તૂટી પડેલા મકાનોના લાખો ટન કાટમાળ હેઠળ પડેલી લાશો બહાર કાઢવાનું બાકી છે.જેસીબી જેવા સાધનો ન હોવાને કારણે લોકો હાથેથી કાટમાળ હટાવે છે.1.10 લાખ લોકો ઘાયલ.
22500 માણસો કાયમી ધોરણે અપંગ
સંહાર અને ભયાનકતા આંકડામાં
મૃત્યુ – ગાઝામાં 46707 લોકોના મોત
તેમાંથી 70 ટકા મહિલાઓ અને બાળકો,
કુલ 18000 બાળકો માર્યા ગયા તેમાંથી 44 ટકા
14 વર્ષથી નીચેની ઉંમરના.આ અધૂરા અને સતાવાર આંકડો છે.હજુ હજારો તૂટી પડેલા મકાનોના લાખો ટન કાટમાળ હેઠળ પડેલી લાશો બહાર કાઢવાનું બાકી છે.જેસીબી જેવા સાધનો ન હોવાને કારણે લોકો હાથેથી કાટમાળ હટાવે છે.1.10 લાખ લોકો ઘાયલ.
22500 માણસો કાયમી ધોરણે અપંગ
વેસ્ટ બેંક – 479 લોકોનો સંહાર. તેમાં 119 બાળકો
ઇઝરાયેલ – 7 ઓક્ટોબરના આતંકી હુમલામાં 1195 લોકોના મોત.તેમાંથી 815 નિર્દોષ નાગરિકો. યુદ્ધ દરમિયાન 174 ઇઝરાયેલી સૈનિકોના મોત. 5400 ઘાયલ
દરરોજ 10 બાળક દીઠ એક બાળકે એક અથવા બંને પગ ગુમાવ્યા. મોટાભાગના ઓપરેશનો તેમજ અંગ વિચ્છેદન ઓપરેશનો એને સ્પેસિયા વગર કરવા પડ્યા
ગાઝામાં 22 લાખ લોકો ભોગવી રહ્યાં છે ભૂખમરો
ગાઝાના 19 લાખ લોકો આંતરિક વિસ્થાપિત બન્યા
તેમાંથી 80% લોકો કાચી છાવણીઓમાં આશરો લઈ રહ્યા છે.
ઇઝરાયેલ એ કુલ ૮૫ હજાર ટન વિસ્ફોટકો ગાઝા ઉપર ફેંક્યા.
ગાઝા આખું ખંડેર. કુલ 4.20 કરોડ ટન કાટમાળ
ઉપાડવામાં દસ વર્ષ લાગશે.