‘જો તારી ફરિયાદ કોઈ પોલીસવાળાએ લીધી તો હું તેના પટ્ટા-ટોપી ઉતારી નાખીશ’ કહી મહિલા સહિત ચારનો વેવાઈ પર હુમલો
શાસ્ત્રીનગર અજમેરાનો બનાવ : સમાજ વિશેની પત્રિકા લખી હોવાનું કહી ડખ્ખો કરી માર માર્યો : તાલુકા પોલીસે જામનગરના શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો
રાજકોટમાં શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા વેપારીના વેવાઈએ મહિલા સહીત ત્રણ સાથે મળી સમાજ વિશેની પત્રિકા લખી હોવાનું કહી ડખ્ખો કરી માર માર્યો હતો.અને ‘જો તારી ફરિયાદ કોઈ પોલીસવાળાએ લીધી તો હું તેના પટ્ટા-ટોપી ઉતારી નાખીશ’ કહી ધમકીઓ આપતા તાલુકા પોલીસે આ મામલે જામનગરના ચાર સમયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વિગત મુજબ નાના મવા રોડ પર શાસ્ત્રીનગર અજમેરા બ્લોક નંબર બી.18માં રહેતા રસીકલાલ વિરજીભાઇ ખાણધરે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેમના જામનગરના વેવાઈ ભરતભાઇ છગનભાઇ પરમાર,જયદિપભાઇ ભરતભાઇ પરમાર,નિરાલીબેન હાર્દિકભાઇ ખાણધર અને જીતુભાઇ છગનભાઇ પરમારનું નામ આપતા જણાવ્યું હતું કે,તેના પુત્ર હાર્દિક સાથે ભારતભાઈની પુત્રી નિરાલીના લગ્ન થયા હતા.અને થોડા સમયમાં કોઈ બાબતે બંને વચ્ચે ઝગડો થતાં નિરાલી તેના પિતાના ઘરે જતી રહી હતી.બાદમાં આરોપીઓ ફરિયાદીના ઘરે ઘસી આવ્યા હતા.અને સમાજના નામે પત્રિકા લખી ફરિયાદીએ તેની પુત્રીના નામે ટિપ્પણી કરી હોવાનું કહી ઝગડો કરી માર માર્યો હતો.ઉપરાંત ‘જો તારી ફરિયાદ કોઈ પોલીસવાળાએ લીધી તો હું તેના પટ્ટા-ટોપી ઉતારી નાખીશ કેમ કે મારી પત્ની જામનગરમાં કોર્પોરેટ છે’ કહી ધમકી આપતા તેઓએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી.અને સામે પક્ષે તેમના પરિવાર પર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.જેથી બંનેએ બાદમાં સામ સામે સમાધાન કરી નાખ્યું હતું.પરંતુ પાછળથી આરોપીઓએ ત્રાસથી ફરિયાદ કરાવી હતી.જેથી રસીકલાલે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.