હજનું પેકેજ બુક કરાવી પૈસા હજમ કરી જનાર 76 વર્ષીય ઠગ પકડાયો
ટુર પેકેજની આડમાં લોકોના 5.25 લાખ ખાઈ જતાં કોર્ટે 10 માસ જેલની સજા ફટકારી’તી : અમદાવાદમાંથી ઇસનપૂર પોલીસે સોધી કાઢી જામનગર જેલ હવાલે કરાયો
મુસ્લિમ સમાજની પવિત્ર ગણાતી યાત્રા હજ-ઉમરા જવાનું પેકેજ બુક કરી આપી લોકો પાસેથી રૂ.૫.૨૫ લાખ પડાવી છેતરપિંડી કરનાર અમદાવાદના શખસને કોર્ટે ૧૦ માસની જેલની સજા ફટકારી હતી.સજા ફટકાર્યાના બે વર્ષ સુધી ૭૬ વર્ષીય ઠગ ફરાર હતો.ત્યારે અમદાવાદમાં ઇસનપૂર પોલીસ દ્વારા તેની ધરપકડ કરી જામનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ અમદાવાદ પોલીસના જે-ડીવીઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા દ્રારા જેલની સજા થયેલ હોય તેવા જેલ વોરંટના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ જે સુચના આધારે પીઆઈ બી.એસ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સુર્યનગર પોલીસ ચોકી ઇન્ચાર્જ પીએસઆઈ અને ટીમ દ્વારા વર્ષ ૨૦૧૩માં ગુલામમુસ્તુફા અબ્દુલરહીમ શેખ (ઉ.વ.૭૬ રહે-દાણીલીમડા ચાર રસ્તા અમદાવાદ) નામના શખસે લોકોને હજ કરવા માટે મોકલવાનુ પેકેજ કરી આપવાનું કહી રૂ ૫,૨પ,૦૦૦ પડાવ્યા હતા.બાદમાં ટિકિટો આપી ન હતી.જેથી આરોપી પાસેથી ફરિયાદીએ પૈસા માંગતા તેને ચેક આપ્યો હતો.અને પોતે ઓફિસને તાળું મારી ભાગી જતાં જામ ખંભાળીયા કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જેમાં કોર્ટે તેને ૧૦ માસની કેદ તથા ચેકની રકમ ૫,૨૫,૦૦૦/- ભરપાઈ કરવાની સજા ફટકારી હતી.પરંતુ આરોપી છેલ્લા બે વર્ષથી ધરપકડ ટાળવા ભાગતો હતો.જેને ટીમ દ્વારા પકડી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.