વારાણસીમાં 70 વર્ષથી બંધ પડેલા શિવ મંદિરમાં પૂજન અર્ચન થશે
વારાણસીમાં હિન્દુ સંગઠનો એ શોધી કાઢેલા શિવ મંદિરમાં કમુરતા ઉતર્યા બાદ વિધિવત રીતે પૂજન ઈરચન અને અન્ય ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે. આ મંદિર 200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે
.
વારાણસીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા મદનપુરા વિસ્તારમાં તાળું મરેલા અને બંધ પડેલા શિવ મંદિરના વિડીયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા 19 નવેમ્બર 2024 ના રોજ તેને શોધી કાઢવામાં આવ્યું હતું.
સિદ્ધિશ્વર મહાદેવનું એ મંદિર 200 વર્ષ જૂનું હોવાનું અને છેલ્લા 70 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું છે.
એ મંદિરને ખુલ્લુ મૂકી પૂજન વિધિ શરૂ કરવા હિંદુ સંગઠનો એ માગણી કરી હતી. બાદમાં જિલ્લા વહીવટી તંત્રએ દસ્તાવેજોની કરેલી ચકાસણીમાં એ મંદિર સરકારી જમીન ઉપર હોવાનું ખુલ્યા બાદ પૂજન અર્ચનની મંજૂરી આપવામાં આવી છે. એ મંદિરમાંથી ત્રણ ખંડિત શિવલિંગ મળી આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમય દરમિયાન ઉત્તર પ્રદેશમાં સંભલ, ફિરોઝાબાદ અને મોરાદાબાદ સહિત છ શહેરોમાં છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા પ્રાચીન મંદિરો હિન્દુ સંગઠનો દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.