મણીપૂર અંગે બોલતા અમને અટકાવી દેવાયા : NPF
ભાજપના જ સાથી પક્ષ એનપીએફ નો ગંભીર આરોપ
ભાજપના સાથી પક્ષ નેશનલ પીપલ્સ ફ્રન્ટ દ્વારા એવો ગંભીર આરોપ મુકાયો છે કે મણીપૂરના મુદ્દા પર સંસદમાં બોલતા અમને અટકાવી દેવાયા હતા. સાંસદ લોરહો પકોજે આ મુજબનો આરોપ મૂકીને નવી ચર્ચા જગાવી દીધી છે.
એમણે કહ્યું કે અમે ભાજપના સહયોગી છીએ પણ અમારા લોકો અંગે પણ બોલવું પડશે. અધિકારીઓએ અમને બોલતા અટકાવી દીધા હતા. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમને કોને રોક્યા હતા તો એવો જવાબ આપ્યો હતો કે અમારા હાથ બંધાયેલા છે.
એમણે કહ્યું કે ભાજપે પહાડી વિસ્તારોમાં સારું કામ કર્યું છે પરંતુ મણીપૂરના મુદે એમનું હેન્ડલિંગ ખોટું હતું. એમણે રાહુલ ગાંધીના વખાણ કરીને કહ્યું હતું કે રાહુલે મણીપૂરની મુલાકાત લઈને લોકો સાથે વાત કરી તેનાથી અમે ખુશ થયા છીએ.