ખેડૂત આંદોલન દરમિયાન શંભુ બોર્ડર પર ખેડૂતે કર્યો આપઘાત : ખેડૂતોમાં રોષ વધ્યો
શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે. દરમિયાન, ગુરુવારે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, ખેડૂતે સલ્ફાસની ગોળીઓ ખાધી હતી. તેમની હાલત ગંભીર બન્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ખેડૂત રેશમ સિંહ તરનતારન જિલ્લાના પહુવિંદ ગામનો રહેવાસી હતો. રેશમ સિંહ નારાજ હતા કે શંભુ અને ખાનૌરી સરહદો પર 11 મહિનાથી ચાલી રહેલા આંદોલન છતાં, સરકાર આ મુદ્દાનો ઉકેલ લાવી રહી નથી.
ડલેવાલની હાલત પણ ગંભીર
ખેડૂત નેતા જગજીત સિંહ ડલેવાલની હાલત ખૂબ જ નાજુક છે. મેડિકલ બુલેટિન જારી કરતી વખતે, અવતાર સિંહે કહ્યું કે તેઓ યોગ્ય રીતે બોલી શકતા ન હતા અને મંગળવારે લગભગ એક કલાક સુધી બેભાન પણ રહ્યા હતા. બુધવારે, જગજીત સિંહહે તેમના વિરોધ કરી રહેલા ખેડૂતોને તેમના મૃત્યુ પછી પણ ઉપવાસ ચાલુ રાખવા કહ્યું હતું.
તેમના નજીકના સહયોગી કાકા સિંહ કોટડાને હૃદયસ્પર્શી સંદેશમાં, દલેવાલે કહ્યું કે તેમના શરીરને વિરોધ સ્થળ પર રાખવું જોઈએ અને કોઈ અન્ય નેતા દ્વારા ઉપવાસ ચાલુ રાખવા જોઈએ. કોટડાએ કહ્યું કે ઉપવાસી નેતાએ કોઈને પણ મળવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.શંભુ બોર્ડર પર આંદોલિત ખેડૂતનો આપઘાત