વિછિંયા કોળી સમાજની રેલીમાં જતાં યુવકનું હિટ એન્ડ રનમાં મોત
વિછિંયાના થોરીયાળી ગામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી વિછિંયામા કોળી યુવકની હત્યા કરવામા આવી હતી. જે હત્યામા સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી રીકન્ટ્રક્શન કરાવ્યુ હતુ.તે સમયે ધસી આવેલા કોળી સમાજના ટોળાએ આરોપીઓનુ સરઘસ કાઢવાની માંગ સાથે ધમાલ મચાવી હતી. જે કોળી સમાજની રેલીમા જઇ રહેલા અમરાપુર ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
વિગત મુજબ વિછિંયાના અમરાપુર ગામે રહેતા ચંદુભાઇ રામજીભાઇ મકવાણા નામનો 29 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામા પોતાનુ બાઇક લઇ અમરાપુરથી વિછિંયા જઇ રહયો હતો ત્યારે વિછિંયા અને અમરાપુર ગામ વચ્ચે અજાણ્યા કાર ચાલકે તેના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જી કાર ચાલક કાર મુકી નાસી છુટયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે આટકોટ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા યુવકનુ મોત નીપજ્યું હતું. પ્રાથમિક પુછપરછમા મૃતક યુવાન વિછિંયામા થયેલા મર્ડર કેસને લઇને કોળી સમાજની રેલીમા જઇ રહયો હતો ત્યારે અકસ્માતમાં કાળનો કોળિયો બન્યો હતો.