નવો વાયરસ અદાણી અને અંબાણીને કેવી રીતે નડી ગયો ? શું થયું ? જુઓ
ચીનના એચએમપીવી વાયરસને કારણે અનેક દેશો તકલીફમાં મુકાયા છે પણ સાથે ભારતના ટોચના બિઝનેસમેનો પણ રાતા પાણીએ રડે તેવી સ્થિતિ બહાર આવી છે. આ વાયરસને લીધે શેર બજાર ડાઉન થઈ હતી અને તેને પગલે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને મોટો ઝટકો લાગી ગયો છે અને 6 અબજ ડોલરની ખોટ એમને ગઈ હોવાનું બહાર આવ્યું છે .
એવા અહેવાલો પણ બહાર આવ્યા છે કે અદાણી તો હવે દુનિયાના ટોપ -20 બિઝનેસમેનની યાદીમાંથી પણ બહાર થઈ જવાની અણી પર પહોંચી ગયા છે. શેર બજાર ડાઉન થયા બાદ એમની કૂલ સંપત્તિ 74.5 અબજ ડોલર રહી ગઈ છે.
બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી અત્યારે 19 માં સ્થાન પર રહ્યા છે. એ જ રીતે 17 માં સ્થાન પર રિલાયન્સના મુકેશ અંબાણી છે. એમને પણ 2.59 અબજ ડોલરનો ઝટકો લાગી ગયો છે. એમની સંપત્તિ હવે 90.5 અબજ ડોલર રહી ગઈ છે.
આમ નવા વાયરસને લીધે દેશના બે ટોચના બિઝનેસમેન માટે પણ મોટી ચિંતા બહાર આવી છે અને એમનું સ્થાન ફરી મોભાદાર બનાવવા માટે એમણે હવે ફરીવાર વાટ જોવી પડશે તેવી હાલત થઈ ગઈ છે . આમ તો શેર બજાર વાયરસ આવ્યા બાદ ડાઉન થઈ હતી અને તેમાં બીજા પણ ઘણા જૂથોને ફટકો લાગ્યો છે.