સિંગર ઉદિત નારાયણની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ : પાડોશીનું નીપજ્યું મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગાયક ઉદિત નારાયણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે ગાયક ઉદિત નારાયણની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં તેના પાડોશીનું પણ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 જાન્યુઆરીએ રાત્રે 9.15 કલાકે અંધેરીના શાસ્ત્રી નગરમાં ઉદિત નારાયણની બિલ્ડિંગ ‘સ્કાયપેન એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિકી લાલવાણીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી છે. તેણે કહ્યું છે કે ઉદિતના પાડોશી રાહુલ મિશ્રા, જે તે વિગના 11મા માળે રહેતા હતા, તેનું કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ મૃત્યુ થયું હતું.
આ આગના કારણે ફ્લેટમાં હાજર તેમના સંબંધી સૈનક મિશ્રાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ ફાયર બ્રિગેડ મુખ્યાલયે આ બિલ્ડિંગના રહેવાસીના મૃત્યુની પુષ્ટિ કરી છે. મિશ્રાના ફ્લેટમાં વીજ ઉપકરણોના કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે. આ રિપોર્ટમાં તેણે એ પણ જણાવ્યું છે કે સ્થળ પર હાજર લોકોમાંથી એકે કહ્યું કે પરમાં કોઈએ દીવો પ્રગટાવ્યો હતો, જેની જવાળાએ નજીકના પડદાને લપેટમાં લીધો હતો. જોકે, રાહુલ મિશ્રાની પત્ની મદદ માટે બૂમો પાડતી નીચે દોડી હતી અને લોકો ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

ફાયર બ્રિગેડે આ બિલ્ડિંગના રહેવાસીના મૃત્યુની પુષ્ટિ કરી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ ફાયર બ્રિગેડ મુખ્યાલયે આ બિલ્ડિંગના રહેવાસીના મૃત્યુની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મિશ્રાના ફ્લેટમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણોને કારણે આ ઘટના બની હશે. આ રિપોર્ટમાં તેણે એ પણ જણાવ્યું છે કે સ્થળ પર હાજર લોકોમાંથી એકે કહ્યું કે ઘરમાં કોઈએ દીવો પ્રગટાવ્યો હતો, જેની જ્વાળાએ નજીકના પડદાને લપેટમાં લીધો હતો.
મિશ્રાની પત્ની મદદ માટે બૂમો પાડતી નીચે દોડી ગઈ પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું.
જોકે, રાહુલ મિશ્રાની પત્ની મદદ માટે બૂમો પાડતી નીચે દોડી હતી અને લોકો ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના પહેલા તાજેતરમાં 25 ડિસેમ્બરે સિંગર શાનની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુંબઈના બાંદ્રામાં ફોર્ચ્યુન એન્ક્લેવ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઘણું નુકસાન થયું હતું.
તાજેતરમાં જ શાનની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી
સિંગર શાને જણાવ્યું હતું કે રાત્રે લગભગ 12.30 વાગ્યે તેની બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગી હતી અને તે સમયે બધા સૂતા હતા. તે સવારે 1 વાગ્યાની આસપાસ જાગી ગયો હતો અને તેને ટેરેસ પર જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ છત બંધ હોવાથી અને ધુમાડો વધવાને કારણે તેણે 14મા માળે તેના પાડોશીના ઘરે રહેવું પડ્યું હતું. તે બિલ્ડીંગમાં લાગેલી આગને બુઝાવવામાં અઢી કલાકનો સમય લાગ્યો હતો.