આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે ; બિનજરૂરી ખર્ચમાં વધારો થશે
date : 02-1-2025
આજની રાશી મકર
મેષ (અ,લ,ઇ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. આજે કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં કંટાળો આવી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે વિચાર્યા વિના કોઈ નિર્ણયો ન લેવા જોઈએ. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
કામમાં નવી યોજના બનાવી શકો છો. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ પૂર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
વૃશ્ચિક (ન,ય)
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નોકરી કરતા યુવાનોને નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે કામમાં મહેનત રહી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં સકારાત્મક પરિણામ મળશે. મિત્રો સાથેનાં સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.