મંદિરોના કથિત ડિમોલિશન મુદ્દે દિલ્હીના ગવર્નર અને મુખ્યમંત્રી આતિષી સામસામે
ગવર્નરે મંદિરો તોડી પાડવાનો આદેશ કર્યો હોવાનો આક્ષેપ
દિલ્હીમાં હિન્દુ અને બૌદ્ધ મંદિરો સહિત અનેક ધાર્મિક સ્થળો તોડી પાડવાનો ગવર્નર વી.કે. સકસેનાએ
હુકમ કર્યો હોવાનો આક્ષેપ દિલ્હીના મુખ્યમંત્રી આતિષીએ કર્યો હતો. ગવર્નરે જો કે એવો કોઈ નિર્ણય ન લવાયો હોવાનો સતાવાર ખુલાસો કરી આ આક્ષેપોને હળાહળ જુઠાણા સમાન ગણાવ્યા હતા.
મુખ્યમંત્રી આતિષીએ ગવર્નરને લખેલા પત્રમાં જણાવ્યા આવ્યા અનુસાર 22 નવેમ્બરના રોજ રિલિજિયસ કમિટીની બેઠક મળી હતી જેમાં ગવર્નરના નિર્દેશ અને તેમની મંજૂરીથી દિલ્હીમાં અનેક સ્થળે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ દિલ્હીના વેસ્ટ પટેલ નગર, દિલસાદ ગાર્ડન, સુંદર નગરી, સીમાપુરી,બગોકલ પૂરી અને ઉસ્માન પુર વિસ્તારોના ધાર્મિક સ્થળોનો એ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની પત્રમાં માહિતી આપી હતી.
જોકે ગવર્નરના કાર્યાલયે આવો કોઈ નિર્ણય ન લેવાયો હોવાનો કે ધર્મસ્થાનોકા ડિમોલ્યુશન અંગેની કોઈ ફાઈલ ગવર્નર પાસે ન આવી હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્યમંત્રી આતિષી તેમના પુરોગામી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા જૂઠાણા ફેલાવતા હોવાનો ગવર્નરે વળતો આક્ષેપ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રિલિજિયસ કમિટીના નિર્ણયો અંગેની ફાઈલ દિલ્હીના મુખ્યમંત્રી અને દિલ્હીના ગૃહ મંત્રી પાસે થઈ અને બાદમાં ગવર્નરને મોકલવામાં આવતી હતી. જોકે ગત વર્ષે વહીવટી પ્રક્રિયામાં કરાયેલા ફેરફાર બાદ હવે રિલિજેશ કમિટીની ફાઈલો સીધી જ ગવર્નર ને મોકલવામાં આવે છે.