વર્ષ 2024ની અંતિમ રાતે યુવાધન ડીજે અને બેન્ડના સથવારે ઝૂમી ઉઠ્યું: પાર્ટી પ્લોટ અને હોટલોમાં થયા આયોજનો:રેસકોર્સ રિંગરોડ,કાલાવડ રોડ સહિત સ્થળોએ માનવમેદની ઉમટી અને તહેવારની જેમ થર્ટી ફર્સ્ટ મનાવી
નવી ઉમ્મીદ અને ઉમંગ સાથે રાજકોટવાસીઓએ વર્ષ 2025નું ધમાકેદાર વેલકમ કર્યું હતું. વર્ષ 2024ની અંતિમ રાતે યુવા ધન ડીજે અને બેન્ડના સથવારે જૂમી ઉઠ્યું હતું, શહેરના કાલાવડ રોડ તેમજ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ અને હોટલોમાં ન્યુ યરની પાર્ટીના શાનદાર આયોજન કરવામાં આવ્યા હતા.ડી.જે ડાન્સનની મસ્તી અને રાત્રે 12ના ટકોરે રાજકોટવાસીઓએ વર્ષ 2024 ને બાય…બાય..કરી ન્યુ યરનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું.
રાજકોટ સહિત આખું વિશ્વ જ્યારે નવા વર્ષેની ઉજવણીમાં તલ્લીન થયું હતું,તાપમાનના નીચા પારા સાથે ન્યુ યર સેલિબ્રેશન માટે લોકોના ઉત્સાહનો પારો ઉંચો હતો.ડી.જે ડાન્સ પાર્ટીમાં સિંગરોએ બૉલીવુડ અને હોલિવુડના લોકપ્રિય સોંગ્સ તો પૉપ અને રેપ સોંગ પર નવા વર્ષનાં વેલકમ માટે યુવાધન ઝૂમી ઉઠ્યું હતું.
નવા વર્ષના પ્રથમ દિવસને યાદગાર બનાવવા માટે લોકોએ અનેક નવા પ્લાન પર બનાવ્યા હતા.થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે રાજકોટવાસીઓમાં જબરો ઉત્સાહ છવાય ગયો હતો. ગઈકાલે રાજકોટમાં તમામ રેસ્ટોરન્ટસ પર હાઉસફુલ જોવા મળ્યા હતા, મિત્રો અને પરિવારજનો સાથે ડિનર પાર્ટીના આયોજનો થયા હતા.
આજથી શરૂ થયેલું 2025નું વર્ષ બધા જ લોકો માટે લાભદાયી નીવડે તેવી નવા વર્ષની સવારે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.આજે નવા વર્ષની શરૂઆતને ખાસ બનાવવા ઘણા કપલોએ સિઝરયન પ્લાન કર્યા હતા,નવા વર્ષ સાથે બાળકોના જન્મ વધામણાં પણ અનેક હોસ્પિટલમાં થયા હતા.