રિઝર્વ બેન્ક કઈ કરન્સીને ઉત્તેજન આપવા માંગે છે ? શું છે પ્લાન ? વાંચો
ક્રિપ્ટોકરન્સીનો સામનો કરવા માટે દેસી ડિજિટલ ચલણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેંક તેના અધિકારીઓ સાથે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી માટે તેનું પરીક્ષણ કરશે. મધ્યસ્થ બેંકે તાજેતરમાં અધિકારીઓના સીબીડીસી વૉલેટમાં ભરપાઈ કરવા માટેના ભથ્થાંનો એક ભાગ જમા કરવાનો નિર્ણય કર્યો છે. આમ દેસી ડિજિટલ કરન્સી રોકેટ બનશે તવો રિઝર્વ બેંકને વિશ્વાસ છે.
દેસી ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસીને કેન્દ્રીય બેંકો દ્વારા સુરક્ષિત અને સ્માર્ટ પેમેન્ટ વિકલ્પ તરીકે તેમજ ક્રિપ્ટોકરન્સીનો સામનો કરવા માટેનું એક પગલું માનવામાં આવે છે. તે સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ડિજિટલ વોલેટમાં હશે. આના દ્વારા તમે ગમે ત્યાં પેમેન્ટ કરી શકશો. તે ભારતમાં સંપૂર્ણપણે કાયદેસર હશે. હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી કાયદેસર નથી. જો કે, અન્ય ઘણા દેશોમાં ઘણી કંપનીઓ અને સંસ્થાઓ ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી સ્વીકારે છે.

લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ
27 ડિસેમ્બરે વરિષ્ઠ અધિકારીઓને આંતરિક સંદેશાવ્યવહાર મોકલવામાં આવ્યો હતો. આ મુજબ, ‘સીબીડીસી રિટેલ પાઇલટને વધારવા અને વૉલેટના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે રિઝર્વ બેંકના અધિકારીઓ દ્વારા ડિજિટલ ચલણ જમા કરવામાં આવશે. આ ચલણ ઈન્ટરનેટ/ડેટા શુલ્કની ભરપાઈ તરીકે જમા કરવામાં આવશે.
પાયલોટ પ્રોજેક્ટ ચાલુ છે
સ્વદેશી ડિજિટલ ચલણ હજુ પણ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક વગેરે ડિજિટલ કરન્સી જારી કરે છે. જો કે હજુ સુધી તેને ખાસ સફળતા મળી નથી.
ક્યાં જમા થાય છે ?
આ ચલણ બેંકની એપના સીબીડીસી વોલેટમાં જમા કરવામાં આવે છે. તમને જરૂરી ચલણની રકમ સીબીડીસી વૉલેટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે રકમ ખાતામાંથી કાપવામાં આવે છે. ડિજિટલ વોલેટમાં જમા કરન્સી પર કોઈ વ્યાજ નથી. કદાચ આ જ કારણે લોકો તેમાં ઓછો રસ દાખવી રહ્યા છે.
