આલિયા ભટ્ટના ડ્રેસ કરતાં છ ગણું મોંઘું છે પ્રિન્સેસ રાહાનું ફ્રૉક : ક્રિસમસ સેલિબ્રેશનમાં રાહાએ આપી ફ્લાઇંગ કિસ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રિય રાહા ગયા વર્ષે ક્રિસમસના દિવસે પેપરાઝીની સામે આવી હતી. આ વર્ષે પણ જ્યારે આલિયા રાહા સાથે ફેમિલી ક્રિસમસ સેલિબ્રેશનમાં આવી ત્યારે તેણે મીડિયાને ફોટા આપ્યા હતા. રાહાએ પાપારાઝીને શુભેચ્છા પાઠવી હતી. તે ફ્લાઈંગ કિસ કરતી પણ જોવા મળી હતી. તેના ઘણા વીડિયો વાયરલ થયા બાદ હવે રાહાના સફેદ ફ્રોકની કિંમત ચર્ચામાં છે.
રાહાના આ ફ્રોકની કિંમત 38,389 રૂપિયા
રણબીર કપૂરની દીકરી રાહા પેપ્સ અને ઈન્ટરનેટની ફેવરિટ બની ગઈ છે. કેટલાક લોકોને તેમનામાં રાજ કપૂરની ઝલક દેખાય છે તો કેટલાકને ઋષિ કપૂરની ઝલક દેખાય છે. રાહાના દેખાવની સરખામણી આલિયાના બાળપણના ફોટા સાથે પણ કરવામાં આવે છે. ક્રિસમસના દિવસે રાહા તેના પિતા રણબીર કપૂર સાથે ફોટોગ્રાફર્સને મળી હતી. તેણે સફેદ રંગનું ફ્રોક પહેર્યું હતું. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહાના આ ફ્રોકની કિંમત 38,389 રૂપિયા છે. તે ઇટાલિયન બ્રાન્ડ મોનાલિસાની હોવાનું કહેવાય છે.
આલિયાના લાલ ડ્રેસની કિંમત
રસપ્રદ વાત એ છે કે રાહાની સાથે તેની માતા આલિયા પણ હતી. તેણે લાલ રંગનો V નેક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત 6590 રૂપિયા હોવાનું કહેવાય છે. આલિયાનો આઉટફિટ સમર સમવેર બ્રાન્ડનો છે. રાહાના આઉટફિટ્સ આ પહેલા પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. ગણેશ ઉત્સવના સમયે, તેના ગ્રીન કસ્ટમ મેઇડ ડ્રેસની કિંમત પણ 17000 રૂપિયા હોવાનું કહેવાય છે.
રણબીર કપૂરના ખોળામાં દેખાઈ રાહા ગયા વર્ષે ક્રિસમસના અવસર પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ચાહકોને તેમની દીકરીની પહેલી ઝલક બતાવી હતી. આ વર્ષે પણ તેણે ફેન્સને ગિફટ આપી અને ક્યૂટ રાહા સાથે પેપ્સ સામે આવ્યા હતા. રાહાને મીડિયાની સામે લાવતાં પહેલાં આલિયા ભટ્ટે રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ વધારે અવાજ ન કરતા, તે ડરી જશે. ત્યાર બાદ રણબીર કપૂર પોતાની દીકરીને ખોળામાં લઈને આવ્યો હતો. રાહા પણ હસતી અને મીડિયા માટે પોઝ આપતી જોવા મળી હતી.
રાહાએ કહ્યું- ‘હાય ફેન્સ’ બેબી પિંક અને વ્હાઇટ ફ્રોકમાં રાહા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, જ્યારે આલિયા ભટ્ટ રેડ કલરના વન પીસમાં જોવા મળી હતી. પાપારાઝીની સામે આવીને રાહાએ હાથ હલાવ્યો અને કહ્યું, ‘હાય ફેન્સ’. આ પછી તેણે ફ્લાઇંગ કિસ પણ આપી. રાહા પિતાના ખોળામાં જ રહી નીચે ન ઊતરી.