કેન્દ્રના બજેટમાં નાણામંત્રી સૌથી વધુ ફોકસ કોના તરફ રાખશે ? જુઓ
આગામી કેન્દ્રીય બજેટ માટે તૈયારી ચાલી રહી છે અને નાણામંત્રી દ્વારા બેઠકો થઈ રહી છે અને સાથોસાથ દેશના વિકાસ માટે પણ રોડમેપ બની રહ્યો છે ત્યારે બધાજ લોકો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે અને તેની વચ્ચે એવા અહેવાલો પણ બહાર આવ્યા છે કે નાણામંત્રી આ વખતે બજેટમાં ગ્રામ્ય સડકો માટે સૌથી વધુ ફાળવણી કરી શકે છે .
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-4.jpeg)
સૂત્રોએ એવી માહિતી આપી છે કે નાણામંત્રી નિર્મલા વડાપ્રધાન મોદીના નામે ચાલતી સડક યોજના માટે વધુ ફોકસ કરશે અને બજેટમાં આ આ વખતે સૌથી વધુ ૧૦ ટકા ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે એમની સામે દેશના અર્થતંત્રને વધુ ટકાઉ અને સર્વગ્રાહી વિકાસ તરફ લઈ જવાનો પડકાર પણ છે.
આગામી બજેટમાંઆ હજારો કરોડ રૂપિયાની ફાળવણી ગ્રામ્ય ક્ષેત્રે માળખાગત વિકાસ માટે થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય રોડ શ્રેષ્ઠ બનાવવા માટે સૌથી વધુ ખર્ચ કરવા માટે બજેટમાં જાહેરાત થઈ શકે છે.
ગ્રામ્ય સડક માટે રૂપિયા ૧૬,૧૦૦ કરોડ તો અત્યાર સુધીમાં આપી દેવાયા છે
સરકારી સૂત્રોના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ચાલુ નાણાકીય વર્ષમાં જ રૂપિયા ૧૬,૧૦૦ કરોડ આપી દેવાયા છે અને આ રકમ માત્ર રોડ સારા બનાવવા માટે જ આપવામાં આવી છે. જો કે આગામી બજેટમાંઆ આનાથી પણ વધુ ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. ગ્રામ્ય રસ્તા વહડુ મજબૂત બનાવીને ગ્રામ્ય અર્થતંત્રને વધુ અનુકૂળ અને વિકાસશીલ બનાવવાની યોજના છે. વડાપ્રધાન આ માટે ખાસ આગ્રહ રાખે છે અને સભાઓમાં પણ એમણે વચન આપેલા છે.