WhatsAppમાં આવ્યું નવું સ્કેન ડોક્યુમેન્ટ ફીચર : હવે કેમેરાથી જ સ્કેન કરીને ડોક્યુમેન્ટ મોકલી શકાશે, વાંચો કેવી રીતે
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવે છે, જેથી તેમના અનુભવને બહેતર બનાવી શકાય. આ શ્રેણીમાં, WhatsAppએ હવે એક નવું ફીચર ‘સ્કેન ડોક્યુમેન્ટ’ લાવવાનું શરૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે તેમના ફોનના કેમેરાથી સીધા જ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી શકશે અને સરળતાથી શેર કરી શકશે. જેઓ વારંવાર સ્કેન કરે છે અથવા ડોક્યુમેન્ટ્સ મોકલે છે તેમના માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી છે.
‘સ્કેન ડોક્યુમેન્ટ’ સુવિધા શું છે?
વોટ્સએપના ડોક્યુમેન્ટ શેરિંગ મેનૂમાં સ્કેન ડોક્યુમેન્ટ ફીચર ઉમેરવામાં આવ્યું છે. તે વપરાશકર્તાઓને તેમના ફોનના કેમેરાનો ઉપયોગ કરીને ફિઝિકલ ડોક્યુમેન્ટ્સને સીધા જ સ્કેન કરવાની મંજૂરી આપે છે. અગાઉ, યુઝર્સે ડોક્યુમેન્ટનો ફોટો લેવાનો હતો અને પછી તેને ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરીને મોકલવો પડતો હતો, જે સમય લેતો હતો અને ગુણવત્તા પણ એટલી સારી ન હતી. હવે આ સુવિધા આવવાથી દસ્તાવેજો સ્કેન કરીને સીધા મોકલી શકાય છે, જેનાથી સમયની બચત થાય છે અને દસ્તાવેજની ગુણવત્તા પણ સારી રહે છે.
તમે નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકશો ?
સ્કેન દસ્તાવેજ સુવિધા વાપરવા માટે ખૂબ જ સરળ છે. તમે નીચે આપેલા પગલાંને અનુસરીને દસ્તાવેજને સરળતાથી સ્કેન કરી શકો છો.
1. સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો અને જે ચેટ અથવા ગ્રુપમાં તમે ડોક્યુમેન્ટ મોકલવા માંગો છો તેને પસંદ કરો.
2. હવે એટેચમેન્ટ આઇકોન (પેપરક્લિપ) પર ટેપ કરો.
3. અહીં તમને Document નો વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો.
4. હવે તમારે ‘સ્કેન’ પર ટેપ કરવાનું રહેશે.
5. તમારો કેમેરા ખુલશે. હવે તમારા ડોક્યુમેન્ટ્સનો ફોટો લો.
6. ફોટો ક્લિક કર્યા પછી, તમે સ્કેન જોઈ શકો છો અને કિનારીઓને સુધારી શકો છો જેથી દસ્તાવેજ ચોખ્ખો દેખાય છે.
7. જ્યારે બધું બરાબર દેખાય, ત્યારે ‘કનફોર્મ’ પર ટેપ કરો.
8. તમારો સ્કેન કરેલો ડોક્યુમેન્ટ્સ ચેટ પર મોકલવા માટે તૈયાર છે. હવે તમે સેન્ડ બટન પર ટેપ કરીને તેને મોકલી શકો છો.
નવી સુવિધા સાથે તમારે હવે દસ્તાવેજનો ફોટો લેવાની અને પછી તેને કાપવાની જરૂર નથી. તમે દસ્તાવેજને સીધો સ્કેન કરીને મોકલી શકો છો. આ સિવાય સ્કેન કરેલા ડોક્યુમેન્ટની ગુણવત્તા ફોટો કરતા સારી છે.