અમેરિકાએ હવે કઈ વસ્તુ પર દાવો કર્યો ? શું છે આખી વાત ? જુઓ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લ્યે તે પહેલા જ પોતાની કેટલીક વાતોથી ભારે ચર્ચા અને વિવાદ પણ જગાવી રહ્યા છે. હવે પનામા નહેરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પનામા થઈને પસાર થનાર અમેરિકી જહાજોથી અયોગ્ય શુલ્ક વસૂલવામાં આવી રહ્યું છે, જેને જોઈને લાગે છે કે હવે તેનું નિયંત્રણ પાછું અમેરિકાએ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ પરંતુ ટ્રમ્પના આ નિવેદન બાદ હવે પનામાના રાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી હતી અને નારાજી દર્શાવી હતી. જો આમ થાય તો ભારત સહિત વિશ્વના અનેક દેશોના વ્યાપાર પર વિપરીત અસર પડી શકે છે.
પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ ટ્રમ્પની વાતો ફગાવતાં કહ્યું કે પનામા થઈને પસાર થનાર જહાજોથી લેવામાં આવતો શુલ્ક એક્સપર્ટ્સ તરફથી નક્કી છે. મુલિનોએ કહ્યું કે નહેરનો દરેક ભાગ પનામાનો છે અને આ આપણો જ રહેશે.વાસ્તવમાં આ નહેરની વ્યવસ્થા ૧૯૯૯માં જ અમેરિકાએ પનામા દેશને સોંપી દીધું હતું. જો કે હવે ટ્રમ્પ આ નહેર પાછી લઈ લેવા માંગે છે અને તેં અપાર અમેરિકાનો જ કબજો રહે તેવી તેની હિલચાલ રહેશે. જો આમઆ થાય તો વિશ્વના અનેક દેશોના વેપાર પર વિપરીત અસર પડી શકે છે. આમ પણ ટ્રમ્પ શપથ પહેલા આવી કનેક વાતો કરી ચૂક્યા છે જેનાથી ઘણા વિવાદ ઊભા થઈ ગયા છે.
પનામાની ફી સામે વાંધો
ટ્રમ્પે કહ્યું હતું કે અમારી નૌસેના અને વેપારીઓની સાથે ખૂબ અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્વારા લેવામાં આવી રહેલી ફી હાસ્યાસ્પદ છે. આ પ્રકારની બાબતોને તાત્કાલિક બંધ કરવી જોઈએ જો પનામા ચેનલનું સુરક્ષિત, કુશળ અને વિશ્વસનીય રીતે સંચાલન નહીં થાય તો અમે માગ કરીશું કે પનામા નહેર અમને સંપૂર્ણ રીતે પાછી આપવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે જો નૈતિક અને કાયદેસર બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે માગ કરીશું કે પનામા નહેરને જેટલું શક્ય હોય તેટલું જલ્દી અમેરિકાને પાછું આપવામાં આવે.
૬ ટકા સમુદ્રી વેપાર
સમગ્ર દુનિયાની જિયોપોલિટિક્સમાં પનામા નહેરનું ખૂબ મહત્ત્વ છે. આ 82 કિલોમીટર લાંબી નહેર એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. કહેવાય છે કે સમગ્ર દુનિયાનો છ ટકા સમુદ્રી વેપાર આ નહેરથી થાય છે. અમેરિકા માટે આ નહેરનું ખૂબ મહત્ત્વ છે. અમેરિકાનો 14 ટકા વેપાર પનામા નહેર દ્વારા થાય છે.
સપ્લાઈ ચેન ખોરવાઇ શકે છે
અમેરિકાની સાથે જ દક્ષિણ અમેરિકી દેશોનું મોટી સંખ્યામાં આયાત-નિકાસ પણ પનામા નહેર દ્વારા જ થાય છે. એશિયાથી જો કેરેબિયન દેશ માલ મોકલે છે તો જહાજ પનામા નહેરથી થઈને જ પસાર થાય છે. પનામા નહેર પર કબ્જો થવાની સ્થિતિમાં સમગ્ર દુનિયામાં સપ્લાય ચેન અવરોધવાનું જોખમ છે.