બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10ના મોત
દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડો શહેર ખાતે એક નાનું વિમાન દુકાનોમાં અથડાવાથી ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ 10 મુસાફરોના મોત થઇ ગયા છે. બ્રાઝિલના ગવર્નર એડ્યુઆર્ડો લિટેએ સોશિયલ મીડિયા પર ઘટનાની માહિતી આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, વિમાન પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું, ત્યારબાદ ઘરના બીજા માળે ટકરાયું અને અંતે ફર્નિચરની દુકાન સાથે અથડાયું. આ દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારોમાં આગ લાગી હતી અને કાટમાળ નજીકના ગેસ્ટહાઉસ સુધી ફેલાયો હતો. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ક્ષેત્રને તાત્કાલિક અલગ રાખીને ઘાયલોને સારવાર આપવાની વ્યવસ્થા કરી છે.