Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગુનેગારો પોલીસના કંટ્રોલ’માં !! સાયબર ક્રાઈમ સૌથી મોટો પડકાર: DGP

Fri, December 20 2024

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં રાજકોટમાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ
ગુજરાતમાં આ વર્ષે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, ચોરી, ઘરફોડ ચોરી સહિતના બનાવોમાં ઘટાડો નોંધાયો

ચરસ-ગાંજા-ડ્રગ્સની હેરાફેરીમાં ઉછાળો: ગુનેગારો ખો ભૂલી જાય તેવો સબક શિખવવા પોલીસને આદેશ

વ્યાજખોરો વિરુદ્ધ સઘન ઝુંબેશને પગલે એક મહિનામાં ૩૮ ગુના નોંધી ૬૦ને જેલભેગા કર્યા

તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી ૧૪૭ કરોડનો મુદ્દામાલ પરત અપાવ્યો

પોલીસ-પ્રજા વચ્ચે કાયમી સેતુ જળવાઈ રહે તે માટે અધિકારીથી લઈ કોન્સ્ટેબલે સજ્જ રહેવું પડશે


રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને રાજકોટમાં રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ટોચના પોલીસ અધિકારીઓએ ભાગ લઈ ગુનાખોરીમાં ઘટાડો કેવી રીતે કરવો તેને લઈને મંથન કર્યું હતું. અંદાજે સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ પછી યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરતાં ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે ગુજરાતમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ માટે અત્યારે સૌથી મોટો કોઈ પડકાર હોય તો તે સાયબર ક્રાઈમ છે.


ગુનાના આંકડા જાહેર કરતાં ડીજીએ કહ્યું કે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે હત્યાના ગુનામાં ૩૪નો ઘટાડો થયો છે. આ જ રીતે હત્યાના પ્રયાસના ગુનામાં ૧૪૧, સામાન્ય ઈજામાં ૧૯૬, ધાડના ગુનામાં ૩૪, લૂંટના ગુનામાં ૩૬, ચોરીના બનાવોમાં ૩૮૫૩, ઘરફોડ ચોરી (દિવસે)માં ૬૬, ઘરફોડ ચોરી (રાત્રે)માં ૪૧૨, મહિલા-બાળકો સાથેના ગુનામાં ૩૮૯, પોક્સોના ગુનામાં ૫૦, એટ્રોસિટીના ૭૧ ગુના ઓછા નોંધાયા છે. જ્યારે ચરસ-ડ્રગ્સ-ગાંજા સહિતના નશીલા દ્રવ્યોની હેરાફેરીના કેસમાં ૧૨નો વધારો થવા પામ્યો છે.
તેમણે ઉમેર્યું કે વ્યાજખોરો વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે જેના કારણે એક મહિનાની અંદર રાજ્યમાં ૩૮ ગુના નોંધીને ૬૦ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.


સાયબર ક્રાઈમ અંગે ડીજીએ જણાવ્યું કે રિફંડ અપાવવામાં ગુજરાત આખા દેશમાં નંબર વન છે. ગત એક મહિનામાં પોલીસે ૧૪.૭૧ કરોડ રૂપિયાની રકમ પરત અપાવી હતી તો ચાલું વર્ષે ૧૦૮ કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. જો કે સાયબર જાગૃતિ અત્યંત જરૂરી છે એટલા માટે જ સાયબર માફિયાઓથી લોકોએ બચીને રહેવું પડશે. આ માટે પોલીસ દ્વારા પણ અલગ-અલગ પ્રકારે ઝુંબેશ ચલાવાઈ રહી છે.


પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ જળવાઈ રહે તે માટે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી, તેરા તુજકો અર્પણ સહિતના કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે જે અંતર્ગત ગુજરાતમાં એક મહિનાની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧૪૭ કરોડનો મુદ્દામાલ પરત અપાવાયો હતો. આ જ રીતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી ઝુંબેશ અંતર્ગત ૧૪૨૮ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.


આ સેતુ જળવાઈ રહે તે માટે કોન્સ્ટેબલથી લઈ અધિકારી સુધીના તમામની જવાબદારી છે અને તે ક્યારેય ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ ડીજીએ ટકોર કરી હતી.

૮૬૪૦ આરોપી ઉપર અત્યારે ૮૬૪૦ પોલીસ રાખે છે બાજનજર' ડીજીપીએ જણાવ્યું કે નાર્કોટિક્સ, પ્રોહિબિશન સહિતના એકથી વધુ ગુના આચરી ચૂકેલા આરોપીઓ ફરી આ ગોરખધંધામાં સામેલ ન થઈ જાય તે માટે પોલીસ દ્વારામેન્ટોર’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ૮૬૪૦ લોકો કે જેમના ઉપર અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે તેમના ઉપર `બાજનજર’ રાખવા માટે ૮૬૪૦ પોલીસ જવાનો મેન્ટોર તરીકે કાર્યરત છે.

અરજીઓ કાયદાના દાયરામાં લઈને જ લેવાય છે, દરેક અરજી પર ગુનો ન નોંધી શકાય
રાજકોટ સહિત ગુજરાતના તમામ પોલીસ મથકોમાં છેલ્લા ઘણા સમયથી અરજીઓ લેવાનું પ્રમાણ વધી ગયું હોવા અંગે ડીજીપીએ જણાવ્યું કે તમામ પ્રકારની અરજીઓ કાયદાના દાયરામાં લઈને જ લેવામાં આવે છે. અરજીની બારીકાઈથી તપાસ કર્યા બાદ ગુના નોંધવા સહિતની કાર્યવાહી કરાય છે. એકંદરે દરેક અરજીના આધારે ગુનો નોંધી શકાતો ન હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

પોલીસ સ્ટેશનને `સુધારવા’ માટે દરેક અધિકારી માટે ચાર દિ’નું ઈન્સપેક્શન ફરજિયાત
ડીજીએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવા માટે દર મહિને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચાર દિવસ સુધી ઈન્સ્પેક્શન કરવાનો નિયમ અમલમાં છે. આ રીતે જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૩૦ જેટલા નાઈટ હોલ્ટ મતલબ કે જે તે પોલીસ સ્ટેશનમાં જ રોકાણ કરવામાં આવ્યું હતું અને આ રીતે ૩૫૦૦થી વધુ ગામડા ખૂંદવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ બારની ચૂંટણીમાં ૧૦૦૦ મતની ગણતરી બાદ પ્રમુખ પદે પરેશ મારુ ૩૮૫ મત સાથે પ્રથમ ક્રમે

Next

મેરઠમાં કથા દરમિયાન કેવી ઘટના બની ? શું થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
એનસીપીનું ભાવિ અનિશ્ચિત: અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના, ભંગાણ પડવાનો ખતરો
48 મિનિટutes પહેલા
‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે
56 મિનિટutes પહેલા
ઉનાના વાંસોજ ગામે હ્રદયદ્વાવક ઘટના! ફોટો વાઇરલ કરવાની ધમકીથી તૂટી ગઇ માતા: ગર્ભવતી મહિલાનો આપઘાત,ત્રણેય આરોપીની ધરપકડ
1 કલાક પહેલા
સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2823 Posts

Related Posts

સાતમ-આઠમની ઉજવણીનો ઉમળકો : રાજકોટમાં તહેવારોની રંગત ખીલી, ફલાઈટનાં ભાડામાં 50% વધારો,ઉદયપુર-સાપુતારા તરફ પ્રવાસીઓનો પ્રવાહ
ગુજરાત
6 મહિના પહેલા
નાગરિકતા અધિનિયમની કલમ 6-એ અંગે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મેક્સિકોના બારમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવતા 6 ના મોત અને 30 થી વધુ ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા વોકાલિગા સંતનો જાહેર અનુરોધ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર