ધનખડ સામેના અવિશ્વાસ પ્રસ્તાવનું શું થયું ? શું આવ્યો ફેસલો ? જુઓ
રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુધ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ રદ થઈ ગયો હતો. ગુરુવારે ઊપ સભાપતિ હરિવંશે આ અંગેનો ફેસલો સંભળાવ્યો હતો. આમ વિપક્ષની આ ચાલ પણ નિષ્ફળ થઈ ગઈ હતી અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.
આ દરખાસ્ત રદ કરવા પાછળ એવું કારણ અપાયું હતું કે આ માટેની નોટિસ ૧૪ દિવસ પહેલા જ આપવી જોઈતી હતી પણ એવું થયું નથી,. આમ આ નિયમના આધાર પર આ દરખાસ્ત માટેની નોટિસ જ ફગાવી દેવામાં આવી હતી. આમ વિપક્ષનો દાવ ફેલ થઈ ગયો છે.
ઊપ સભાપતીએ એમ પણ કહ્યું હતું કે સૌથી મોટા બંધારણીય પદ પર બેસેલ વ્યક્તિ વિરુધ્ધ એક નેરેટિવ બનાવવાનો હેતુ હતો અને એટલા માટે જ પ્રસ્તાવ વિપક્ષ લાવ્યો હતો. એમણે કહ્યું કે આ પ્રકારે ૧૪ દિવસ પહેલા જ નોટિસ આપવાનો નિયમ છે અને તો જ દરખાસ્ત સ્વીકારી શકાય છે.
એમણે ભૂલ કાઢીને કહ્યું હતું કે નોટિસમાં સભાપતિ ધનખડનું નામ પણ સાચી રીતે લખવામાં આવ્યું નથી. કોંગ્રેસને અને સમગ્ર વિપક્ષને આ બારામાં મોટો ઝટકો લાગી ગયો છે અને એમનો દાવ ફેલ થઈ ગયો છે.