PMJAYમાં ગેરરીતિ મામલે રાજકોટની સ્વસ્તિક હોસ્પિટલને ૨.૯૪ કરોડનો દંડ
સ્વસ્તિક હોસ્પિટલના ડો.રાજેશ કંડોરીયા PMJAYમાંથી બરતરફ:
ઉપલેટાની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાથી સસ્પેન્ડ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત દર્દીઓના વિનાકારણે ઓપરેશન કરવાના મામલો સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના અંતર્ગતની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટના તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત લીધા બાદ ધડાધડ પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત રાજકોટની સ્વસ્તિક હોસ્પિટલમાં સોનોગ્રાફી રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવતા ૨.૯૪ કરોડનો દંડ ફટકારી PMJAYમાંથી હોસ્પિટલના તબીબને બરતરફ કરી ઉપલેટાની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. ત્યારે તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. આ યોજના અંતર્ગતની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટના તજજ્ઞ તબીબોની ટીમે રાજકોટના ઉપલેટા ખાતે આવેલ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારી હતી.
વધુમાં રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ ૧૯૬ કેસમાં ઞજૠ (અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને ઇંઙઊ (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન) રીપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી. જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.૨,૯૪,૯૦,૦૦૦/- પેનલ્ટી કરવામાં આવેલ છે. ઉકત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડૉ.રાજેશ કંડોરીયા (ૠ-૨૩૬૪૦)ને યોજનામાંથી બરતરફ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજકોટના ઉપલેટા ખાતે આવેલ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ હોસ્પિટલનું બી.યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. ઊડ્ઢાશયિમ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું. તદઉપરાંત હોસ્પિટલ પાસે અઊછઇ સર્ટીફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પીટલમાં જરૂરી મેનપાવર હાજર ન હતા. હોસ્પીટલમાં ઈંઈઞમાં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળેલ હતો. ઓટી નોટ અને અક્ષયતવિંયતશફ નોટમાં ડોકટર દ્વારા દર્શાવેલ માહિતીમાં વિસંગતા જોવા મળેલ હતી. જે બદલ કિષ્ના સર્જીકલ હોસ્પિટલ-ઉપલેટાને યોજના અંતર્ગત ઉકત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૭ મહિનામાં ક્રિષ્ના હોસ્પિટલ ઉપલેટાને ૧૦૩૬ જેટલા ક્લેઇમ બદલ રૂપિયા ૨,૧૫,૫૯, ૯૮૦નું ચુકવણું કરવામાં આવ્યું હતું જયારે સ્વસ્તિક હોસ્પિટલને આ સ્તર મહિનાના સમયગાળામાં ૫૩૬ ક્લેઇમ બદલ કુલ રૂપિયા ૧,૦૫,૪૩,૪૫૦ના ચુકવણા કરવામાં આવ્યા હતા.
ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ (ઝઇઈ)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ઝખજ સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું. જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂ.૩૩,૪૪,૦૩૧/- રકમ રીકવરી કરવામાં આવશે. અને તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી જૠછઈ (સ્ટેટ ગ્રિવેન્સ રીડે્રશલ કમીટિ) માં લેવામાં આવશે.વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું. આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂ.૫૭,૫૧,૬૮૯/- રકમ રીકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી જૠછઈમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.