ગુરુપ્તાવાન પન્નુની બેંક ડીટેઇલ આપવાનો અમેરિકાનો ઇનકાર
ટેકનિકલ બહાનુ કાઢી હાથ ખંખેરી નાખ્યા
પંજાબના મોગા શહેરમાં સ્વાતંત્ર્ય દિવસ પર જિલ્લા વહીવટી ઓફિસ ઉપર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાના કેસના આરોપી અમેરિકા સ્થિત શીખ આતંકવાદી ગુરૂપત્વાન સિંઘ પન્નુ ની બેંક ડિટેલ તથા ફોન નંબર આપવાની ભારત સરકારની માંગણી અમેરિકાએ નકારી કાઢી હતી.
પન્નુએ સ્વાતંત્ર્ય પર્વ ઉપર સરકારી ઇમારતો ઉપર ખાલીસ્તાની ધ્વજ ફરકાવનાર માટે 2500 ડોલરના ઇનામની જાહેરાત કરી હતી. 2020 ની 14 મી ઓગસ્ટના રોજ બે શખ્સોએ સરકારી ઇમારત પર ખાલીસ્તાની ધ્વજ ફરકાવી દીધો હતો. એ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ બારામાં 5 સપ્ટેમ્બર 2020 ના રોજ એનઆઈએ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.કેસની તપાસ દરમિયાન કેટલાક બેંક એકાઉન્ટના નંબરો તથા કેટલાક ફોન નંબર મળ્યા બાદ ભારત સરકારે અમેરિકા સાથેની મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી અંતર્ગત અમેરિકા પાસે પન્નુના બેન્ક એકાઉન્ટ તથા ફોન નંબરની વિગતો માંગી હતી.જોકે ભારતના કાયદા મુજબ એ ગુનામાં એક વર્ષ કરતા ઓછી સજા નું ભાવધાન હોવાને કારણે એ વિગત આપી શકાશે નહીં તેવું ટેકનિકલ બહાનું ધરી અમેરિકાએ હાથ ખંખેરી નાખ્યા હતા.