બાબરાના ધરાઇ ગામનો ઉપસરપંચ રૂા.1.25 લાખની લાંચ લેતાં પકડાયો
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઇ ગામના ઉપસરપંચને એસીબ્ાીએ સવા લાખની રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાર્યવાહી કરી છે. સરપંચે જમીન ઉપર ગેરકાયદેસર ઉભા થયેલા ટાવર બાબરામાં 3 લાખની લાંચ માગી હતી. સમાધાન બાદ સવા લાખની લાંચમાં સોદો થયો હતો. જે અંગે એસીબીને થયેલી ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ઉપસરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.