દિલ્હીથી શિલોંગ જઈ રહેલા પ્લેનનું સોમવારે પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાન એસજી 2950માં લગભગ 80 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. વિન્ડસ્ક્રીનમાં તિરાડ પડતાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની આ ફ્લાઇટ હતી.
હવામાં જ પ્લેનની વિન્ડસ્ક્રીનમાં તિરાડ પડી હતી, એક પક્ષી ટકરાયાં બાદ આ ઘટના બની હતી. જેના પછી તેને પટના એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. પટનાના જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે લગભગ 9 વાગ્યે પ્લેન લેન્ડ થયું હતું. ટેકનિકલ ટીમ દ્વારા ફ્લાઈટની તપાસ પણ કરાઇ હતી.
મળતી માહિતી મુજબ શિલોંગ જતી આ ફ્લાઈટ દિલ્હીથી સવારે 7.03 કલાકે ટેકઓફ થઈ હતી. 10.02 વાગ્યે શિલોંગ પહોંચવાનું હતું. પરંતુ પાયલોટે વિન્ડસ્ક્રીનમાં તિરાડ જોઈ હતી જ્યારે પાયલોટે આ જોયું તો વિમાન પટનાથી પસાર થઈ રહ્યું હતું. આ પછી પાયલટે ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી.
