રાજસ્થાનમાં અદાણી ગ્રુપ કેટલું રોકાણ કરશે ? ક્યાં થઈ જાહેરાત ? જુઓ
સોમવારે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન-ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કરતી વખતે, વડાપધાન નરેન્દ્ર મોદીએ ભારત અને વિદેશના રોકાણકારોને અહીં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. મોદીએ કહ્યું કે રાજસ્થાન પડકારોનો સામનો કરવાનું નામ છે. રાજસ્થાન નવી તકો સર્જવાનું નામ છે. તે માત્ર રાઈઝિંગ જ નહીં પણ વિશ્વસનીય પણ છે. આ ઇવેન્ટમાં રૂપિયા 30 લાખ કરોડના એમઓયુ થયા હતા. રાજ્યમાં હજારો લોકોને રોજગાર મળશે.
રાજસ્થાનમાં પ્રાકૃતિક સંસાધનોનો પુષ્કળ ભંડાર છે. સારું નેટવર્ક છે. સમૃદ્ધ વારસો છે. તે એક મોટું સીમાચિહ્ન છે અને તેની પાસે ખૂબ જ સક્ષમ યુવા બળ પણ છે. આ પ્રસંગે પીએમ મોદીએ રાજ્યની ભજનલાલ સરકારની પીઠ પણ થપથપાવી હતી. આમ હવે રાજસ્થાનમાં ઘણો વિકાસ થવાનો છે. સીએમ ભજનલાલે કહ્યું હતું કે હજારો લોકોને રોજગાર મળશે .
અનેક બિઝનેસમેનો રોકાણ કરશે
આ તકે અદાણી ગ્રુપ દ્વારા રાજસ્થાનમાં રૂપિયા 7.5 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. એ જ રીતે વેદાંતા ગ્રુપે પણ અહીં રૂપિયા 1 લાખ કરોડના રોકાણની ખાતરી આપી હતી. અદાણીના પુત્ર કરણ અદાણીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના શાસનમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા રૂપિયા 50 હજાર કરોડના રોકાણ લાવવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી.
પ્રવાસનું મુખ્ય કેન્દ્ર
સમિટમાં આવેલા સ્થાનિક અને વિદેશી રોકાણકારોનું સ્વાગત કરતાં મોદીએ કહ્યું કે રાજસ્થાન પાસે રસ્તાઓથી લઈને રેલવે અને આતિથ્યથી લઈને હસ્તકલા સુધી ઘણું બધું છે. રાજસ્થાનની આ સંભાવના રાજ્યને રોકાણ માટે ખૂબ જ આકર્ષક સ્થળ બનાવે છે. રાજસ્થાન ભારતના પ્રવાસન નકશાનું મુખ્ય કેન્દ્ર છે. અહીં ઇતિહાસ અને વારસો છે. રિસ્પોન્સિવ હોવા ઉપરાંત, રાજસ્થાન પોતાને કેવી રીતે રિફાઇન કરવું તે પણ જાણે છે. અહીં વિશાળ જળદળ અને સુંદર જિલ્લાઓ પણ છે.