રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બનવા 6 વકીલોએ ઉમેદવારી ફોર્મ ભર્યા..!!
- મૂળ જંગ તો ત્રણ પેનલ વચ્ચે, ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ મહત્વનો ભાગ ભજવશે
રાજકોટ બાર એસોસિયેશન ચૂંટણીમાં પ્રમુખ બનવા ૬ વકીલોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.ત્યારે આ ચૂંટણીની મૂળ જંગ તો ત્રણ પેનલો વચ્ચે જ રહેશે જેમાં જ્ઞાતિના સમીકરણો મહત્વનો ભાગ ભજવશે તેવું લાગી રહ્યું છે
અગામી ૨૦મી ડિસેમ્બરે બાર એસોસિયેશન ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આ વખતે ત્રણ જૂથો વચ્ચે આ ચૂંટણી લડાઈ થવાની સંભાવના રહેલી છે તેવામાં ફક્ત પ્રમુખ પદ માટે છ વકીલોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટુ વકીલોનું એસોસિયેશન એટલે રાજકોટ બાર જેની ચૂંટણી પણ રસાકસી ભરી રહેતી હોય છ. દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, પરેશ મારુંની સમરસ પેનલે પોતાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો જાહેર કરીને ચૂંટણી ફોર્મ ભરી દીધા છે. ત્યારે પ્રમુખ પદ માટે વાઘેલા હરિસિંહ મનુભા,જોશી દિલીપકુમાર નટવરલાલ, રાજાણી બકુલ વી., મારૂ પરેશ ભગવાનજીભાઇ, અતુલકુમાર મોહનલાલ જોશી,પંડયા કૌશિક કાંતિલાલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા છે.સેક્રેટરીપદ માટે પણ વેકરિયા સંદીપ મનનભાઇ,વિનેશ કદમકાંત છાયા,દવે કેતનકુમાર પ્રફુલચંદ્રવ્યાસ પરેશકુમાર મનસુખલાલ,આદ્રોજા રમેશચંદ્ર ધનજીભાઇ એમ ૫ વકીલોએ દાવેદારી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ફોર્મ ભર્યા બાદ ૧૦મી ડિસેમ્બરે ફાઇનલ યાદી જાહેર થશે જે પહેલા કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચશે તેના પર સહુની નજર રહેશે.